• Gujarati News
  • Cogress Office Bearer Of The Convention Held In Godhra

કોંગ્રેસના સંમેલનમાં પ્રજાનો વધુ વિશ્વાસ મેળવવા માર્ગદર્શન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ -દાહોદના કોંગ્રેસ આગેવાનો, ધારાસભ્યો, હોદેદારોનું સંમેલન ગોધરામાં યોજાયું

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ નિરીક્ષક મોહનપ્રકાશની ઉપસ્થિતિમાં ગોધરામાં આયોજિત સંમેલનમાં યુપીએ કેન્દ્ર સરકારે શાસનમાં નવ વર્ષ પૂર્ણ કરતાં તેની સિદ્ધિઓ, સફળતા બિરદાવવા અને આવનાર સમયમાં પ્રજાનો વધુ વિશ્વાસ સંપાદન કરવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની યુપીએ કેન્દ્ર સરકારે તેના શાસનમાં નવ વર્ષ પૂર્ણ કરતાં તેની સિદ્ધિઓ, સફળતા બિરદાવવા અને આવનાર સમયમાં પ્રજાનો વધુ વિશ્વાસ સંપાદન કરવા પંચમહાલ અને દાહોદ જિલ્લાના કોંગ્રેસ આગેવાનો, ધારાસભ્યો, હોદેદારોનું સંમેલન ગોધરા પાસેના ફાર્મ હાઉસમાં યોજાયું હતું.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ નિરીક્ષક મોહનપ્રકાશની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અર્જુનભાઇ મોઢવાડીયા તથા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતા માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સાંનિધ્યમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સી.કે.રાઉલજીના માર્ગદર્શન હેઠળ મોટીસંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં છેલ્લા નવ વર્ષના યુપીએ સરકારે પ્રજાના કરેલા કામો, કેન્દ્ર સરકારની વિવિધ પ્રજા ઉપયોગી યોજનાઓ જેવા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.