તંત્રની નિષ્ક્રિયતાથી પાઇપલાઇનની મરામત રહીશોએ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભંગાણ થવાના પગલે રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા છતાં પરિણામ શૂન્ય
હાલ ઉનાળો ચરમસીમાએ છે ત્યારે જ પાણીની તકલીફ પડતાં લોકોમાં નારાજગી

ગોધરાની બામરોલી રોડની પરમહંસ સોસાયટીમાં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી માટે કરાયેલ ખોદકામ દરમ્યાન પસાર થતી પાણીની પાઇપલાઇન તોડફોડથી પાણી લીકેજ થતા હોબાળો મચી ગયો હતો.જોકે તંગી અંગે ચિંતા વ્યાપતા રહીશોએ સ્વપ્રયત્નોથી મરામત કરીને સુવિધા પૂર્વવત બનાવી હતી.પરંતુ તંત્રની લાપરવાહી બહાર આવી છે.છેલ્લા ત્રણ ચાર માસથી નગર પાલિકા દ્વારા ગોધરા શહેરમાં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે.જેના ભાગરુપ શહેરના બામરોલી રોડ પર આવેલી પરમહંસ સોસાયટીમાં કામગીરીશરુ કરવામાં આવી રહી છે. જોકે આરસીસી રોડ ઉપર નવીન ગટર લાઇન નાખવા ખોદકામ આદરવામાં આવતા માર્ગની વચ્ચોવચ ખાડા પાડવાની સાથે આસપાસનો કાટમાળ છલવાયેલો જોવા મળે છે.
આ કામગીરી દરમિયાન બેદરકારી રખાતા પાસેથી પસાર થઇ રહેલી પીવાના પાણીની પાઇપલાઇનને પણ નુકસાન સર્જાયું હતું જેનાથી ભંગાણ સર્જાતાં આગળ પાણી નહી જવાની સાથે છોડવામાં આવતા પાણી લીકેજ મારફતે બહાર વહીને કાદવ કિચ્ચડનુ નિર્માણ થયુ હતુ. જવાબદારોને રજૂઆત કરાતાં મરામતકરવા પાત્ર હોવા છતાં પાણીની રેલમછેલ જેવી ગંભીર સ્થિતિને કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલી વધી હતી.જોકે હાલ ઉનાળો હોવાથી પીવાના પાણીની વઘુ માંગ રહે છે. તેવા સમયે આ પાણીની લાઇનમાં નુકસાન પહોંચતા તંગી સર્જાઇ રહીશોને પીવાના પાણીની સમસ્યા ઉદ્દભવે તેવી ભીતી સર્જાઇ હતી.જોકે તંત્ર કે કામગીરી કરનાર ઇજારદાર દ્રારા પાઇપલાઇનની મરામત માટે કોઇ નહી આવતા તેઓની લાહપરવાઇ બહાર આવતા નારાજગી છવાઇ હતી.આખરે પાણીની સમસ્યા ન ઉભી થાય તે માટે ચિંતાતુર બનીને આગેવાનો અશોકભાઇ રાવલ સહિ‌તનાઓએ સ્વખર્ચે અને સ્વમહેનતે મરામત કરીને પાણીની સુવિધા જળવાઇ રહે તેવા પ્રયાસો કરીને લીકેજ બંધ કર્યુ હતુ.

રોડ ઉપર ચાલતી ભુર્ગભ ગટર યોજનાને કારણે આવતા જતાં રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જોકે રસ્તાના વચોવચ શરુ કરાયેલ ખોદકામ દરમ્યાન કરાતી આડેધડ કામગીરીને લઇને પણ નારાજગી છવાઇ છે. તંત્ર દ્વારા ભુગર્ભ લાઇનની કામગીરી દરમિયાન કરવામાં આવેલ ખોદકામના કારણે સર્જા‍યેલી પાણીની સમસ્યાથી લોકોમાં રોષ ફેલાયો હતો. રજૂઆત છતાં પણ કોઇ કાર્યવાહી ન કરવામાં આવતાં રહીશો તંત્ર સામે રોષે ભરાઇને જાતેજ કામગીરી કરી તંત્રને લપડાક આપી હતી. તંત્ર આ બાબતને ગંભીરતાથી લઇ ભુગર્ભ લાઇન માટેની આગળની કામગીરી ઝડપથી કરે તેવી રહીશોમાં માગ છે.