તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢચુંદડીથી બે માસૂમ બાળકોનું અપહરણ કરનાર યુવક ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે રહેતા બે પિતરાઇભાઇઓના પિતાના મિત્ર દ્વારા અપરહણ કરાયેલા બન્ને બાળકો સલામત મળી આવતા પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. બીજી તરફ અપહરણકર્તા ગઢ ચુંદડી ગામે હોવાની બાતમીના આધારે પોલીસે તેની સોમવારની બપોરના સમયે ધરપકડ કરી તેની પ્રાથમિક પુછતાછ આરંભી છે.

ગઢચૂંદડી રહેતા દિલીપભાઇ પટેલના કહેવાતા મિત્ર કમલેશભાઇ ઉર્ફે સોનું દયાલદાસ જેઠવાણીએ ગત તા.૧૧ મે ના રોજ શૈલેશ પટેલ (ઉવ.૪) તથા પ્રભાતભાઇ પટેલનો પુત્ર સુનીલ (ઉવ.૬)ને અપહરણ કર્યુ હતું. જેથી પોલીસે ઠેરઠેર શોધખોળ સહિ‌ત મોબાઇલ ફોનના લોકેશના આધારે તપાસ આરંભી હતી. બીજી તરફ સૌ પ્રથમ રાજકોટના વિરપુર પોલીસ મથકની હદમાં આવેલા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી શૈલેષ મળી આવ્યો હતો. ત્યાર બાદ બીજો બાળક સુનીલ પટેલ સુરેન્દ્ર નગરના સાયલા પાસેથી પત્તો મળ્ાી આવ્યો હતો.

બીજી તરફ અપહરણકર્તા કમલેશ જેઠવાણીનો પત્તો પોલીસ મેળવવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા. આ દરમિયાન ગત તા. ૧ જુલાઇના રોજ પોલીસ તે તરફ પેટ્રોલીંગમાં નિકળી હતી ત્યારે કમલેશ જેઠવાણી ગોધરા તાલુકાના ગઢચુંદડી ગામે આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગોધરા તાલુકા પોલીસ મથકના પીઆઇ એફ.એલ.વસાવા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. ત્યારે કમલેશ જેઢવાણી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ આરંભવામાં આવતા તેને બન્ને બાળકોને માર્યા પણ ન હતા. તેમજ તે પૈકી મોટાને તો ભાડુ આપીને બસમાં બેસાડી પરત મોકલ્યો હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતું.

રૂપિયા બાકી હોવાથી અપહરણ કર્યુ

ગોધરા તાલુકા પોલીસને હાથે ઝડપાયેલા કમલેશ જેઢવાણીની પુછપરછ કરતા તેને દિલીપભાઇ પાસે રૂપિયા ૧.૮૦ લાખ માંગતો હોવાનું જણાવ્યુ હતું. તેમજ અવાર નવાર ઉધરાણી કરવા છતા પણ તેઓ રૂપિયા પાછ આપતા ન હતા. જેના આધારે બન્ને બાળકોને લઇ ગયો હોવાનું રટણ ચાલુ રાખ્યુ હતું.

કાઠિયાવાડ તથા બરોડા રહેતો હતો

અપહરણ કરાયેલા બન્ને બાળકોને છોડી મુક્યા બાદ કમલેશ જેઢવાણી કાઠીયાવાડ તરફ રહેતો હતો. જ્યાં રૂપિયા ખુટી જતા તે બરોડા આવ્યો હતો. તેમજ બરોડાના ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. રૂપિયા માટે નાની મોટી મજુરી કરતા હતા.