ગોધરા: આણંદ કૃર્ષિ યુનિ.માં નદીસરની મહિલાને એવોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(લીલાબેન પટેલની ફાઇલ તસવીર)
12 ગામ લેઉવા પાટીદાર સમાજમાં હથિયાર પરવાનો ધરાવનાર પ્રથમ સશકત મહિલાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયુ હતું
ગોધરા: આણંદ કૃર્ષિ યુનિવસિટીમાં આયોજીત નેશનલ ઇકોનોમીક સેમીનારમાં નદીસરની મહિલાને એવોર્ડથી સન્માનિત કરાતા સમાજનું ગૌરવ વર્ધાર્યુ છે. આ સાથે 12 ગામ લેઉવા પાટીદાર સમાજમાં સૌપ્રથમવાર હથિયાર પરવાનો ધરાવનાર સશકત મહિલા તરીકે ગણના થાય છે. ભારત દેશના બજેટ પ્લાનીંગ કમિશ્નર દ્વારા આણંદ કૃર્ષિ યુનિવસિટીમાં આયોજીત રાજયસ્તરના નેશનલ ઇકોનોમીક સેમીનારમાં નદીસરના લીલાબેન અરવિંદભાઇ પટેલને એવોર્ડથી સન્માનિત કરી બહુમાન કરવામાં આવ્યુ હતુ.
12 ગામ લેઉવા પાટીદાર સમાજમાં સૌપ્રથમવાર હથિયાર પરવાનો ધરાવનાર સશકત મહિલા લીલાબેન પટેલ છેલ્લા પાંચ વર્ષથી રાજયમાં અને જીલ્લામાં પ્રથમ સ્થાને રહી દૂધ ઉત્પાદક ક્ષેત્રે પ્રથમ સ્થાન મેળવતી નદીસરની મહિલા પશુપાલક, રાજયમાં અને જીલ્લામાં આધુનિક પદ્ધતિઓ અપનાવી નવીનીકરણ યંત્રો સાથે ખેતીમાં મોર્ડન પદ્ધતિથી ખેતી કરે છે. રાજય સરકારે મોર્ડન ફાર્મ જાહેર કરી 1 લાખ ઇનામ લીલાબેનને 2012માં રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2014માં મહિલા ખેડૂત સંમેલનમાં રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સન્માનિત કર્યા છે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...