તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Celebration Of Laક્ષ્mi Pujan With Dhan Teras

પંચમહાલ-મહીસાગરમાં લક્ષ્મી- પૂજન સાથે ધનતેરસની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-શુભ મુહૂર્તમાં ઘેર ઘેર, દુકાનો, પેઢીઓ,સંસ્થાનોમાં દાગીના-ધનની પૂજા કરાઇ
-જિલ્લામાં હવે દિવાળીની તૈયારીઓ પૂરજોશમાં ઉત્સાહથી ચાલી રહી છે

ગોધરા શહેર સહિ‌ત પંચમહાલ તથા મહિ‌સાગર જિલ્લામાં લક્ષ્મી પૂજનના શુભ મુહૂર્તમાં ઘેર ઘેર, દુકાનો, પેઢીઓ અને વ્યાપારિક સંસ્થાનોમાં દર દાગીના અને ધનની પૂજા કરવામાં આવી હતી. આ સાથે ધનતેરસની જિલ્લાવાસીઓ દ્વારા આસ્થાપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે દિવાળીની તૈયારીઓ પણ તડામાર રીતે ચાલી રહી છે.

ગોધરા,હાલોલ, કાલોલ, લુણાવાડા, સંતરામપુર, દિવડાકોલોની, પાવાગઢ, શહેરા સહિ‌ત અન્ય તાલુકા મથકોએ દિવાળીની ઉજવણી થઇ રહી છે. આ સાથે નાના બાળકો તથા યુવાનો દ્વારા રાત્રિના સમયે ફટાકડા ફોડી આનંદ માણી રહ્યા છે. ધનતેરસ પર્વ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો. લક્ષ્મી પૂજનના શુભ મૂહુર્તમાં ઘેર ઘેર, દુકાનો, પેઢીઓ અને વ્યાપારિક સંસ્થાનોમાં દર દાગીના અને ધનની પૂજા કરવામાં આવી હતી. નાના મોટા દેવાલયો અને મંદિરોમાં પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા ધનતેરસના દિને મંદિરોમાં દર્શનાર્થીઓની કતારો લાગી હતી.

ગોધરા શહેર સહિ‌ત બન્ને જિલ્લાના બજારોમાં ધનતેરસે ખરીદીનો માહોલ જામ્યો હતો. આ ઉપરાંત જિલ્લાવાસીઓએ નાનીમોટી ખરીદી કરી મુહૂર્ત સાચવ્યું હતું. ત્યારે દિવાળીને આડે માત્ર એક દિવસ રહ્યો હોવાથી તેની તૈયારીઓ પણ પૂર જોશમાં ચાલી રહી છે.

દાહોદ જિ.માં ધન તેરસની આસ્થાપૂર્ણ ઉજવણી કરાઇ
દાહોદ. દાહોદ શહેર તથા જીલ્લાની ઉત્સવ પ્રિય જનતામાં હવે પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે આસો સુદ તેરસ એટલે ધન તેરસના પાવન પર્વે શુક્રવારે શુભ ચોઘડિયે વેપારીઓએ ચોપડા પૂજન કર્યા હતા. હવે મોટા ભાગના વેપારીઓ હિ‌સાબો કમ્પ્યૂટરમાં રાખતાં હોવાથી કમ્પ્યૂટરની પૂજા પણ કરવામાં આવી હતી. ઘેર ઘેર લાભ સહિ‌તના શુભ ચોઘડિયામાં લક્ષ્મી પૂજા તેમજ ધન પૂજા કરવામાં આવી હતી.

કેટલીક ગૃહિ‌ણીઓએ સોનાના દાગીના તેમજ ધનલક્ષ્મી માતાના ચાંદીના સિક્કાની ખરીદી પણ કરી હતી. મીઠાઇ, ફૂલહાર, ફરસાણ તેમજ વ્યંજનો તેમજ કપડાંની ખરીદીનો દૌર હાલ પણ ચાલી રહ્યો છે. ફટાકડા બજાર પણ ધમધમી રહ્યા છે ત્યારે દિવાળીનો માહોલ ચારે કોર જામી રહ્યો છે.