લુણાવાડામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો : પશુઓ ભરેલી ટ્રક ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લુણાવાડા પાસેથી ૧૩ પશુને કતલખાને લઇ જતાં ૩ની અટક
- પશુઓ ભરેલી ટ્રક સહિ‌ત પાઇલોટીંગ કરતી કાર તથા ટ્રક જપ્ત કરાઇ
- બાર બળદ અને એક ગાયને પાંજરાપોળમાં મોકલી આપ્યા


મોડાસાથી કતલખાને ગોધરા લઇ જવાતા ૧૩ મુંગાપશુઓને લુણાવાડા પોલીસે બચાવી લીધા હતા. જેમાં પાયલોટીંગ કરતી મારુતી કાર તથા ટ્રકને જપ્ત કરી ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. મળતી માહિ‌તી અનુસાર, મોડાસા તરફથી ગોધરા કતલખાને ટ્રકમાં મુંગા પશુઓ ભરીને લઇ જવાતા હોવાની બાતમી ડીવાયએસપી વિનય શુકલાને મળતા તેમણે લુણાવાડા પોસઇ રાકેશ ભરવાડને ઘટનાની જાણ કરી હતી. જેથી વહેલી સવારે મોડાસા રોડ પર આવેલ ચારકોશીયા નાકા નજીક વોચ ગોઠવી ઉભા રહી ગયા હતા. પરંતુ અચાનક રસ્તામાં ઉભેલી પોલીસને જોઇ ટ્રક ચાલક ડઘાઇ જતા તેણે ટ્રક હંકારી મુકવાનો પ્રયાસ કર્યો હતો.
આગળ વાંચો, વધારે પશુ ભરવા માટે ચાર પગ ભેગા કરીને દોરડા બાંધી દીધા .....