ગોધરામાં ગણેશ કોતરડી મંદિરમાં તોડફોડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેટલાક ઇસમોએ પોતાની જમીન હોવાનું કહી તારની વાડ તોડી નાખી

ગોધરા નજીક આવેલ ગણેશ કોતરડી (પોપટપુરા) મંદિરને તથા તેની મિલકતને તાજેતરમાં કેટલાક ઇસમો દ્વારા તોડફોડ કરાયેલ. અત્યંત સંવેદનશીલ ગણાતા ગોધરામાં બે કોમ વચ્ચે ભવિષ્યમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વહીવટી તથા પેાલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા માટે ભકતોની માંગ ઉઠી છે.

ગોધરા અમદાવાદ રોડ પર આવેલા સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ‌ ધરાવતા ૨૦૦ વર્ષ જૂના પ્રાચિન મંદિરમાં પંચમહાલ વડોદરા, ખેડા, દાહોદ જિલ્લાઓના ગણેશભકતો સંકટ ચોથના દિવસે દર્શનાર્થે આવે છે. જયારે ભારદવા માસની ગણેશ ચોથના દિવસે મોટીસંખ્યામાં ગણેશ ભકતો દુરદુરથી દર્શનાર્થે આવે છે. મંદિરની સેવા પૂજા તથા મંદિરની જાળવણી એક ગોસાઇ પરિવાર દ્વારા કરવામાં આવે છે. જયારે બાકીની જગ્યામાં જરૂર પુરતી ખેતીવાડી અને ધાર્મિ‌ક પ્રવૃતિ કરવામાં આવે છે. બીજી તરફ હાલોલ શામળાજી રોડ પહોળો બનાવાતાં હદ નિશાન ફેરફારમાં કેટલાક ઇસમો પોતાની જમીન હોવાનું કહી મંદિરની જુની તારની વાડને નુકસાન પહોંચાડી તોડફોડ કરી હતી. તેમજ ગેરકાયદે પ્રવેશ કરી હિંદુધર્મ લોકોને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ કનડગતાના કારણે ગમે ત્યારે અનિચ્છનિય બનાવ બને તેવી પુરેપુરી શકયતાને નકારી શકાય નહી.

તદઉપરાંત મંદિરની આસપાસ ઘણા લાંબા અંતર સુધી માત્રને અન્ય કોમના ઇસમોના ખેતરો આવેલા છે. જેથી હાઇવે રોડ ઉપર આવેલા એકમાત્ર મંદિરને જરૂરી પોલીસ રક્ષણ પુરુ પાડવું ખુબ જ જરૂરી બન્યું છે. તેની આ જગ્યાએ એક કાયમી પોલીસ તંબુ ચોકી બનાવય તે જરૂરી છે. આ અંગે ભકતો દ્વારા રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ, કલેકટર, પોલીસવડાને આવેદનપત્ર મોકલી પોલીસ બંદોબસ્ત આપવા જણાવાયું છે.

અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલાં લેવાશે

મંદિર પાસેનીજમીનમાં દબાણ કરાયુ હોવાની જાણ થતા બન્ને પક્ષોને બોલાવાયા હતા. મંદિરના સંચાલક, પૂજારી તથા જમીનના કહેવાતા માલિકને બોલાવી બન્નેને સાંભળ્યા હતા. સીટી સર્વે દ્વારા માપણી કરાઇ છે. જોકે કોઇ બનાવ ન બને તે માટે જરૂરી પગલા લેવાશે. - એફ .એલ.વસાવા, પીઆઇ

મોટું સ્વરૂપ ન લે માટે પોલીસ બંદોબસ્તની જરૂરિયાત

હિંદુધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર હોઇ મોટીસંખ્યામાં ગણેશ ભકતો આવે છે. હાઇવે રોડ હોવાથી કેટલીક વખત ટ્રાફિકના પણ પ્રશ્નો ઉદભવે છે. જેના કારણે કોઇ નાના મોટા ઘર્ષણમાંથી મોટું સ્વરૂપ ન થાય તે માટે પોલીસ બંદોબસ્તની તાતી જરૂરિયાત છે. - રાકેશ ઠાકોર, વકીલ