આજથી પંચમહાલ-દાહોદમાં બોર્ડ પરીક્ષા શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પંચમહાલમાં ધો.૧૦માં ૩૬પપ૪-ધો.૧૨ માં ૨૪૨પ૭, જ્યારે દાહોદમાં ધો.૧૦ ના ૨૮,૪૧૦ અને ધો.૧૨ના ૨૨,૯પ૦ છાત્રો
-પંચમહાલ જિલ્લામાં ૬૦,૮૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: ૭૩ ટેબ્લેટથી વોચ રખાશે
-દાહોદ જિલ્લામાં ધો ૧૦ અને ૧૨ના પ૧,૩૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સુચારૂ સંચાલન, ખંડ
-નિરીક્ષકોની નિમણૂક સાથે માર્ગદર્શન, બેઠક વ્યવસ્થાની ફાળવણીની કાર્યવાહી પૂર્ણ કરાઈ

આજથી પચમહાલ જિલ્લામાં શરુ થનાર બેાર્ડની પરીક્ષામાં ૬૦૮૧૧ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવા મહેનત સાથે સજ્જ બન્યા છે.બીજી તરફ ગેરરીતી અટકાવી શાંતીમય વાતાવરણમાં પરીક્ષા યોજવા ૯ બિલ્ડીંગમાં ૭૩ ટેબ્લેટ ગોઠવવામાં આવી સુચારૂ સંચાલન, ખંડ નિરીક્ષકોની નિમણુંક સાથે માર્ગદર્શન, બેઠક વ્યવસ્થાની ફાળવણી સહિ‌તની તડામાર તૈયારીઓ સાથેની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવી છે. પંચમહાલ જિલ્લામાં આજે ગુરુવારથી શરુ થનાર પરીક્ષા શાંત વાતાવરણમાં લેવા સુચારૂ આયોજન તથા તેને લગતી તડામાર તૈયારી પૂર્ણ કરાઇ છે. ધો.૧૦માં ૩૬પપ૪, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ૨૪૨પ૭ એમ મળીને કુલ ૬૦૮૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

એસએસસીના ૪૭, એચએસસીના ૨૨ સહિ‌ત ૬૯ પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે.જિલ્લામાં ધો.૧૦ માટે ૮૬, ધો.૧૨ માટે ૪પ મળીને કુલ ૧૩૧ પરીક્ષા યુનિટ મકાનનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ધો.૧૦ના ૧૧૨૭ અને ધો.૧૨ના ૬૯૪ મળીને ૧૮૨૧ બ્લોક છે. પરીક્ષા કેન્દ્રોના સંચાલન માટે ૧૮પ સંચાલકો, ૨૦૦૦ ખંડ નિરીક્ષક, બ્લોક રિલીવર ૧૮પ કર્મચારીઓ ,૨૭પ વહિ‌વટી કર્મચારીઓ તેમજ પ૦૦ સેવકો પોતાની ફરજ બજાવશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા સઘન ચેકિંગ કરી ગેરરિતી અટકાવા માટે પ્રાય‌શ્ચિ‌ત પેટી મૂકાશે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...