ક્રિેકેટનાં સટ્ટામાં કાલોલ પાલિકાનાં ઉપપ્રમુખનું નામ ખુલતા ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કાલોલના મગનપુરી ગામે આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બુકીની ધરપકડ
-
કાલોલ પાલિકાના ઉપપ્રમુખ તથા ગોધરાના બુકીના પંટરનું નામ બહાર આવ્યું
- આઇપીએલ મેચ દરમિયાન કાલોલમાંથી બે ક્રિકેટ સટ્ટા બેટીંગના નેટવર્કનો પર્દાફાશ
આઇપીએલ ટી-૨૦ મેચ ઉપર કાલોલ તાલુકાના મગનપુરી ગામે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા બુકીને કાલોલ પોલીસે ઝડપી પાડયો હતો. તેની પ્રાથમિક પુછતાછમાં તેના સંપર્કમાં આવતા કાલોલ પાલિકાના ઉપપ્રમુખ તથા ગોધરાના બુકીના પંટરનું નામ બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે સ્થળ ઉપરથી મોબાઇલ, ટીવી નંગ ૧, સટ્ટાના આંકડા લખેલા કાગળ નંગ ૭ અને અંગઝડતીમાં રોકડા રૂા.૭૦૦ મળી કુલ રૂા.૪,૭૦૦નો મુદામાલ ઝડપી પાડયો હતો.

ગોધરા શહેરમાં ચાલતા સટ્ટાબેટીંગ ઉપર પોલીસની નજર પડતી નથી. ત્યારે નાનકડા એવા કાલોલમાંથી આઇપીએલ મેચ દરમિયાન બે ક્રિકેટ સટ્ટા બેટીંગના નેટવર્ક ઉપરથી પર્દાફાશ કર્યો હતો. જોકે પોલીસે આ નેટર્વકના મુળ સુધી પહોંચવાની કોશિષ કરી રહી છે. ગત તા.૨૮ મે બુધવારની રાત્રિએ રમાયેલી મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની ટી-૨૦ મેચ ઉપર કાલોલના તાલુકાના મગનપુરી ગામમાં મકાનમાં આગળના ભાગે ખુલ્લામાં ટીવી ચાલુ રાખીને લાઇવ મેચના આધારે સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી.
જેના આધારે કાલોલ પીએસઆઇ સહિ‌ત સ્ટાફના માણસોએ દરોડો પાડયો હતો. જયાં એક ઇસમ તેના મોબાઇલ ફોન દ્વારા સટ્ટો રમાડતા રંગે હાથે ઝડપી પાડયો હતો. વધુમાં આઇપીએલની ટી-૨૦ મેચના સ્કોર મુજબ તેના મોબાઇલ ઉપર અવાર નવાર વાતચિત તથા આંકડા બોલતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેને આધારે પોલીસે વધુ તપાસ કરતા કાગળ અને પેન મળી આવી હતી. તેમજ કાગળમાં આકડા અને ટુંક નામો લખેલા હતા. ઝડપાયેલા ઇસમનું નામ ઠામ પુછતા તેનું નામ ધીરૂભાઇ નાનાભાઇ રાઠોડ(રહે.મગનપુરી, કાલોલ) જણાવ્યુ હતુ.
આગળ વાંચો, ગોધરા સટ્ટા માટેનું હબ બની રહ્યુ છે.....