બારીઆ-ગોધરામાં ગોકુલનાથજી પ્રાગટ્ય દિન ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બારીઆ-ગોધરામાં ગોકુલનાથજી પ્રાગટ્ય દિન ઉજવાયો
- ગોકુળ નાથજી હવેલી મંદીર ખાતે મહા ઓચ્છવ નિમિત્તે કેશર સ્નાન કળશયાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા
- બારિયા અને ગોધરા શહેરમાં વસતા સમગ્ર વૈષ્ણવ જનોએ શોભાયાત્રામાં ઉમટી મહા ઓચ્છવને રંગેચંગે ઉજવ્યો
દેવગઢ બારિયા/ ગોધરા : દેવગઢ બારિયા અને ગોધરા શહેરમાં વૈષ્ણવ સમાજ દ્વારા ગોકુલનાથજી પ્રાગટ્ય દીનની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ગોકુળ નાથજી હવેલી મંદીરે મહા ઓચ્છવ ખુબ ધામધુમ પૂર્વક ઉજવાયો હતો. જેમાં સમગ્ર વૈષ્ણવજનો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા.પ્રાપ્ત થતિ માહિતી મુજબ દેવગઢ બારીયા શહેરમાં વૈષ્ણવ સમાજ દ્વારા ગોકુલ નાથજી પ્રાગટ્ય દીન નિમિત્તે તારીખ 28/11ના રોજ મહા ઓચ્ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ગોકુળ નાથજી હવેલી મંદીરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં સવારે ભગવાનને કેશર સ્નાન કરાવ્યું હતું તેમજ મંદીરના પ્રાંગણમાં રાસ ગરબા યોજાયા હતા. ત્યાર બાદ મહા આરતી પારણા દર્શન યોજવામાં આવ્યું હતું. સાંજે સમગ્ર વૈષ્ણવ સમાજ દ્વારા નગરમાં વાજતે ગાજતે કળશ યાત્રા કાઢવામાં આવી હતી. આ કશળ યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ યાત્રામાં ખુબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવ જનો જોડાયા હતા. ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વૈષ્ણવ જનોએ લાભ લીધો હતો.
આમ દેવગઢ બારિયા શહેરમાં વસતા વૈષ્ણવ સમાજ દ્વારા ખુબ ધામધુમ પૂર્વક રંગે ચંગે આ મહા ઓચ્છવ ઉજવ્યો હતો.ગોધરા શહેરમાં ગોકુલનાથજી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોકુલનાથજી મંદિરમાં યોજાયેલા દર્શનો લાભ વૈષ્ણવોએ લીધો હતો. તેમજ મોડી સાંજે યોજાયેલી કળશ શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી હતી. તદ્દઉપરાંત દશા શ્રીમાળી વાડીમાં સવાર તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આમ આખો દિવસ વૈષ્ણવ સંપ્રદાય ભકિતના માહોલમાં રસતરબોળ રહ્યો હતો.
શ્રી ગોકળનાથજી મંદિરમાં ગોકુલનાથજી મહોત્સવની વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ગોધરાના ગોકુલનાથજી મંદિરમાં દિવસ દરમ્યાન વિવિધ દર્શનનો યોજાયા હતા. જેમાં મોટીસંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો હતો. ત્યાર બાદ ગોધરાના પ્રભાકુંજ સોસાયટીમાંથી સાંજે કળશ શોભાયાત્રા નીકળી હતી. બીજી તરફ શહેરના રાજમાર્ગો પર કળશયાત્રા પરિભ્રમણ થતા અનેરૂ આકર્ષણ ઉભુ થયુ હતુ. આ શોભાયાત્રામાં મોટીસંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા.
જૈજૈશ્રી ગોકુલેશના નાદથી વાતાવરણ ભકિતના મહોલમાં ફેરવાઇ ગયુ હતુ. તદ્દઉપરાંત શ્રીમાળીવાડીમાં સવાર તેમજ સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. આમ આખો દિવસ વૈષ્ણવ સંપ્રદાય ભકિતના માહોલમાં રસતરબોળ રહ્યો હતો.