• Gujarati News
  • Accident In Halol Results In Death Of Father And Son

ગોધરા બાયપાસ પાસે વાહનની ટકકરે પિતા અને પુત્રનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ તાલુકાના ઓડ ગામના પિતા પુત્રની મોટર સાઇકલને પાવાગઢ દર્શન કરવા જવા દરમિયાન મંગળવારની વહેલીસવારે અકસ્માત નડયો હતો. હાલોલ નજીક ફતેપુરી ગોધરા બાયપાસ પાસે અજાણ્યા વાહન ચાલકે ટકકર મારતા પિતાપુત્રને જીવલેણ ઇજા થતા તેઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયા હતા.
પોલીસ પાસેથી મળતી માહિ‌તી મુજબ આણંદ તાલુકાના ઓડ ગામના મનીશભાઇ જશાભાઇ પટેલ (ઉવ.૪૦) તથાતેમનો પુત્ર ધ્રુવ મનીશભાઇ પટેલ (ઉવ.૨૦) પોતાના ઘરેથી ગત સોમવારની રાત્રિએ પાવાગઢ કાલીકા માતાના દર્શનકરવા પોતાનીમોટર સાઇકલ ઉપર જવા નીકળ્યા હતા. દરમિયાન સવારે પાંચ વાગે અકસ્માત થતા બંને પિતા પુત્રનાકરુણ મોત નીપજયા હતા. મૃતક મનીષભાઇને એકનો એક પુત્ર હતો. જે અપરિણીત હતો. સંતાનમાં એક માત્ર પુત્રનુંમોત થતા પોત્ ાની સાથે પોતાના કુળનો દિપક પણ બુઝાઇ ગયો હતો.

રાત્રીના સમયે આણંદ જિલ્લાના ખંભોળજગામના પદયાત્રીઓ કે જેઓ પણ પાવાગઢ જતા હતા ત્યારે પદયાત્રી નિકુંજ પટેલ નામના ઇસમે રોડ પર પડેલુ બાઇકઆણંદ જિલ્લા પાસીંગનું હોઇબંને મૃતદેહો પાસે જઇ ખિસ્સામાં તપાસ કરતા અંદરથી ડાયરીમાંથી તેઓ ઘરનો નંબરમળી આવતા આ અંદર પર ફોન કરી અકસ્માતની જાણ કરી હતી. અને ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પેાલીસને જાણ કરીહતી. એબ્મ્યુલન્સ અને પોલીસ આવ્યા બાદ આ પદયાત્રીએ આગળ વધ્યા હતા.
પોલીસે બંને મૃતદેહોને હાલોલ રેફરલહોસ્પિટલમાં પીએમ મટો લવાયા હતા. પરિણામજનો વહેલી સવારે રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને પોતાનાકુટુંબનો મોભી સમાન મનીશભાઇ અને કુટુંબનો ભાવિ આધાર સ્તંથ એવા પુત્ર ધ્રુવનો મોતનો શોક આસુઓ રુપે વહેતારહ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ દાખલ કરી તપાસ હાથ કરી હતી.ઉલ્લેખનિય છેકે હાલોલ અને ગોધરા બાયપાસ રોડ પર અવાર નવાર અજાણ્યા વાહન ચાલકો ટક્કર મારવાની ઘટનામાં નિર્દોષ લોકો મોતને ભેટતાં હોય છે.

આગળ વાંચો હાલોલ બેંક રોડ પર કાર સાથે બુલેટ ભટકાતાં મારામારી

(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)