• Gujarati News
  • A Woman Jumps In A Well Along With Her Son, Both Dead

કરુણ ઘટનાઃ માસૂમ પુત્ર સાથે માતાના આપઘાત પાછળ ઘૂંટાતુ રહસ્ય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતરામપુર તાલુકાના ગરાડીયા ગામેથી ત્રણ દિવસ અગાઉ ચાર વર્ષીય પુત્ર સાથે ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ ગામ નજીકના કૂવામાંથી મળતા અરેરાટી ફેલાઇ હતી. સંતરામપુર તાલુકાના પાદેડીઅડોર ગામના માનસિંહ મોહન ડામોરની પુત્રી નિતાના લગ્ન ગરાડીયા ગામના રાજુ લક્ષ્મણ બારીયા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેણીની શિવાંગ (ઉવ.૯), સંજય (ઉવ.૩) અને રાહુલ (ઉવ.૪) મળી ત્રણ પુત્રોની માતા બની હતી. ત્રણ સંતાનોની માતા એવા નિતાબેન ગત શનિવાર તા.૧૧ મેના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નિકળી પટેલને ત્યાં જઇ ઉછીના પૈસા લઇ આવુછુ તેમ કહી નીકળ્યા હતા. આ વેળા તેના ત્રણ પુત્રો પૈકી નાના પુત્ર રાહુલને રસ્તામાંથી સાથે લઇ ગઇ હતી.

મોડી સાંજ સુધી તે પરત ઘરે નહી આવતા નીતાના પતિએ શોધખોળ કરી હતી. વળી ગરાડીયા ગામે પહોંચી પટેલના ઘરે પુછપરછ કરી હતી. તદઉપરાંત તેના પિયરમાં પણ જાણ કરવા સાથે પણ શોધ ખોળકરી હતી. પરંતુ તેનો પતો લાગ્યો ન હતો. દરમિયાન તા.૧૪ મે મંગળવારના રોજ ગરાડીયા ગામના ખેતરના કુવામાં કોઇ મહિલા અને બાળકના મૃતદેહ હોવાની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને કુવામાંથી માતા પુત્રના મૃતદેહ બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.