લીમખેડાનું ઝેરજીતગઢનું તળાવ આખરે ફાટ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા: ઝેરજીતગઢના તળાવની પાળ મુશળધાર વરસાદથી ક્ષત્રિગ્રસ્ત બની હતી. તંત્ર દ્વારા સમારકામ કર્યું હતું. છતાં પણ ગુરૂવારે રાત્રે 1.45 કલાકે તળાવની પાળ તુટી જતાં ડોસી નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોનાં 37 પરિવારનાં 250 લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા.
 
લીમખેડા ઝેરજીતગઢ ગામનાં તળાવની પાળમાં અતિભારે વરસાદને કારણે ચાર સ્થળે ગાબડા પડ્યા હતા. ગુરૂવારે દિવસ દરમિયાન નાની સિંચાઇ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે ગુરૂવારે રાત્રે 1.45 કલાકે તળાવની પાળ તુટી જતાં તળાવ તુટી ગયું હતું.
 
લીમખેડા પ્રાન્ત અધિકારી જે.કે.જાદવ, મામલતદાર સમીર પટેલ, નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.ત્રીવેદી, પો.ઇ. ડી.બી. તડવી સહિતનાં અધિકારીઓએ મોડી રાત સુધી પોતાના સ્ટાફ સાથે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. તળાવની નીચાણ વાળા વિસ્તાર તથા નદી કાંઠાના ઝેરજીતગઢ, મોટીવાવ, પાડલીયા, જાલીયા પાડા, નાની વાવ ફુલપરી, લીંબોરદર, વાધનળા, ખુદરા, મોટીબાંડીબાર, લુખાવાડા, સતીફળીયા, જુના વડીયા, નવાવડીયા, બારા, કેસરપુર સહિતનાં ગામામાંથી 37 જેટલા પરિવારના 250 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...