તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંતરામપુર હત્યા કેસ: યુવકની ગોળી મારીને હત્યા કરાયાનો પર્દાફાશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતરામપુર: સંતરામપુરમાં ભવનેશ્વરી મંદિર પાસે શંકાસ્પદ રીતે યુવકનું મોત થયેલા પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ આરંભવામાં આવી છે. જેમાં યુવકને ફાયરીંગ કરી હત્યા કરાઇ હોવાનુ બહાર આવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી હતી. સંતરામપુર તાલુકાના સંત ગામે રહેતા અમીતસિંહ ઉર્ફે પીન્ટુ દિલીપસિંહ પરમાર (ઉવ.36) શનિવાર રાત્રે ભુવનેશ્વરી મંદિર પાસે રાત્રીના સમયે શંકાસ્પદ રીતે મોત થયુ હતુ.
જોકે આખરે પોલીસે અજાણ્યા ઇસમ સામે હત્યા તથા આર્મએકટનો ગુનો દાખલ કરીને ગુનેગારને પકડવા આગળ તપાસ હાથધરી છે. બીજી તરફ પોલીસે રવિવારના રોજ ચીબોટા નદીના બાવળીયામાં શોધખોળ કરતા ખાનગી રીવોલ્વર કબજે કરી હતી. સંતરામપુર પોલીસ અને મહીસાગર જીલ્લાના પીઆઇ સી.સી.ખટાણાએ વધુ તપાસ માટે તજવીજ હાથ ધરી છે. નોંધનિય છેકે, રાત્રીના સમયે અમીતના મોઢાના નાક પર ખુણામાં ગોળીથી ફાયરીંગ થયુ અને માથાના પાછળના ભાગમાં ગોળી વાગેલી અને ફસાયેલી એકસરેમાં જોવાય છે. પણ મંદીરથી નદીના બાવળીયા સુધી પાંચ જ મીટરના અંદરમાં પોલીસની શોધખોળમાં ખાનગી રીવોલ્વર મળી આવી છે. હજુ સુધી પીએમનો રીપોર્ટ આવેલ નથી અને પીએમ રીપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો