તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા: યુવકનું અપહરણ કરનાર તથા મદદ કરતા PIની તપાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: હાલોલ ખાતેથી યુવકનું અપહરણ કરી જનાર તથા ખોટી રીતે ગોંધી રાખીને ખોટી ફરીયાદ દાખલ કરનાર પીઆઇ વિરુધ્ધ યુવકના પિતા દ્વારા હાલોલ કોર્ટમાં  રાવ નાખવામાં આવી હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ફરીયાદની કાર્યવાહી સ્થગીત કરી તપાસ 30 દિવસમાં પુર્ણ કરવાના આદેશ કરાતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે હાલોલ કોર્ટમાં પોતાના વકીલ મારફતે ફરીયાદ નોંધાવનાર શીવાભાઇ કાંગાભાઇ સંગાડા રહે.સીગવડ ની ફરીયાદ મુંજબ તેના પુત્ર સંજયને યુવતી દ્વારા ફોન કરીને હાલોલ બોલાવાયો હતો. જે રાત્રીના રોકાયા બાદ બન્ને આણંદ જવા માટે નીકળ્યા હતા.

હાલોલથી યુવકનું અપહરણ કર્યું હતું

જે દરમ્યાન યુવતીના પતિ દ્વારા બન્ને વડોદરા બસ ડેપો ખાતેથી હાલો પરત મોટર સાયકલ ઉપર લાવવા માં આવ્યા હતા. જે બાદ દાહોદ જીલ્લાના ડુંગરી ગામેથી આવેલી તુફાન ગાડીમાં સાત વ્યક્તીઓ સંજયનું અપહરણ કરી ગયા હતા અને માર મારી મોબાઇલ લુંટી લઇ પંદર લાખ રુપીયાની ખંડણી માંગવામાં આવી હતી.જે બાદ ગોંધા રાખ્યા બાદ તેને લીમડી પોલીસ મથકે સોંપી દેતા લીમડી પીઆઇ દ્વારા ત્રણ લાખની માંગણી કરીને યુવકને ગોંધી રાખ્યો હતો. જે બાદ લીમખેડા કોર્ટના સર્ચ વોરંટના આધારે યુવકનો કબજો પરિવારજનોને મળ્યો હતો.

30 દિનમાં તપાસ પૂર્ણ કરવાના આદેશ

લીમડી પીઆઇ દ્વારા હાલોલ પીઆઇ પાસે 10 દિવસ બાદ યુવતીને ફરીયાદી બનાવી બળાત્કારની ફરીયાદ દાખલ કરાવવાનો આક્ષેપ પણ યુવકના પિતા દ્વારા પોતાની ફરીયાદમાં કરવામાં આવ્યો હતો.જે બાદ યુવકનો હાઇકોર્ટમાંથી જામીન મળતા છુટકારો થયો હતો. તે અંગેની હાલોલ કોર્ટમાં સુનાવણીઓ હાથ ધરાતા કોર્ટ દ્વારા બન્ને પક્ષની દલીલો સાંભળી 30 દિવસમાં તપાસ પુર્ણ કરીને રીપોર્ટ કરવાના આદેશ કરતા ચકચાર મચી જવા પામી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો