તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિનો અમાનુષી અત્યાચાર: પત્નીને નગ્ન કરી ગુપ્ત ભાગે સિગારેટના ડામ આપતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોડેલી: બોડેલીની એક યુવતીના લગ્ન અમદાવાદના સરખેજ મુકામે રહેતા યુવક સાથે ચાર મહિના અગાઉ જ ધામધૂમ પૂર્વક યોજાયા હતાં. પણ સાસરીયાઓએ પતિ પ્રકાશજી અને યુવતી પર અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. પત્ની પર વ્હેમ રાખતો પતિ નગ્ન કરીને સિગારેટના ડામ આપીને બેરહેમી પૂર્વકનો માર મારીને કાઢી મુકતા છેવટે યુવતીએ પતિ સહિત સાસરીયા વિરૂદ્ધ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પતિએ મોઢા પર દુપટ્ટો બાંધી પેટ અને ગુપ્ત ભાગે સિગારેટના ડામ આપ્યા.

બોડેલીમાં વાળંદનો વ્યવસાય કરતા ઇસમની પુત્રીની લગ્ન આજથી ચારેક મહિના પૂર્વે 29મી એપ્રિલના રોજ અમદાવાદ સરખેજના હરિશ ભાટીયા નામના યુવક સાથે થયા હતાં. જે હેરસલુનની દુકાન ધરાવે છે. લગ્નના ત્રણેક મહિના યુવતીને સુખરૂપે રાખી પણ સાસરીયાઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું અને બોડેલીની યુવતી પર ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ હરિશ, સાસુ રાધાબેન, જેઠાણી પુનમબેને બોડેલીની યુવતીને શારીરીક માનસિક ત્રાસ આપ્યો હતો. પતિએ બોડેલીની યુવતીને સાડીથી હાથ બાંધી દઇને ગળુ દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સાસુ અને જેઠાણી ગુમ કરી દેવાની ધમકી આપતા હતાં.

હદનો ત્યારે થઇ કે જ્યારે મોઢા પર દુપટ્ટો બાંધી પેટ અને ગુપ્ત ભાગે સિગારેટના ડામ આપીને આખા શરીરે પતિ મહાશયે બચકા ભર્યા હતાં. નગ્ન કરીને ત્રાસ આપીને તેનો વીડીયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને વારંવાર બ્લેકમેઇલ કરતા હતાં. મોઢા પર એસિડ નાખવાની પણ એક સમયે તો ધમકી આપી હતી. તા.6 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં પતિ તેને લેવા ગયો હતો. અને ઘરે જતી વખતે બાઇક પરથી પણ યુવતીને નીચે પાડી દીધી હતી. પછી ઘરે લઇ જઇને વાળ પકડીને મારીને દિવાલ સાથે પછાડી હતી. ફોઇ સાસુનો દિકરો છોડાવીને મને લઇ ગયો હતો. પણ તેની પર પણ વિશ્વાસ ન આવતા રસ્તામા ઉતરી ગઇ અને 181 તેમજ 1091 મહિલા હેલ્પલાયન પર સંપર્ક કર્યો હતો. જેથી મહિલા હેલ્પ લાઇનની મદદથી બોડેલી રહેતા માતા પિતા પાસે પહોંચાડવામાં મદદ કરી હતી. અને બોડેલી પોલીસ મથકે જઇને ફરિયાદ નોંધાવી હતી.

સાસરિયા સામે પગલા ભરવા માગણી આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો