તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલમાં સોનાની 3 વિંટી લઇ ભાગતા બે ઝડપાયા, લોકોએ કપડા ફાડી નાખ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ: હાલોલ ની સોના ચાંદીના દાગીનાની દુકાનમાં એક પરપ્રાંતીયે પ્રવેશી વિંટી જોવા માંગી હતી. પછી ત્રણ વિંટી લઇ ભાગી જવાના પ્રયાસમાં પકડાતા પોલીસને હવાલે કર્યો હતો.

- UPના પત્રકાર તરીકેનું પ્રેસકાર્ડ મળ્યું
- લોકોએ બંનેને ઝડપી મેથીપાક આપ્યો

આ બનાવ સંદર્ભે આરોપી અબ્બાસઅલીએ પણ લોકટોળા સામે ફરીયાદ નોંધાવી હતી. તેમાં તેને કબુલાત કરી  હતીકે હુ અને મારો મિત્ર ઝૂબેર સીરાજઅલી જાફરી ઉવ.30 રહે.પરવી.જી.ભીંડ મહારાષ્ટ્રનાઓ હાલોલમાં વિંટીના નંગ વેચવા આવ્યા હતા. દરમ્યાન આ દુકાનમાં પોતે પ્રવેશ્યો હતો. જયારે સાથી ઝૂબેર બહાર મોટર સાઇકલ લઇને ઉભો હતો. મે વિંટી જોવા માંગી હતી. અને ત્રણ વિંટી જોવાના બહાને હાથમાં લઇ ભાગવાના પ્રયાસમાં બુમાબુમ થતા લોકોએ અમને બંને ઝપી પાડયા હતા.

તા.8 જુનની મોડી સાંજે બનેલા આ ચોરીની કોશિષના ગુનાની ફરીયાદ દુકાનના માલીક મૌલેશ નાનુભાઇ સોનીએ નોંધાવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે મૌલેશ અને તેના પિતા નાનુભાઇ સોની દુકાને બેઠા હતા. ત્યારે દુકાનમાં એક ઇસમ આવ્યો હતો અને કહ્યુ કે મારે સોનાની વિંટી લેવી છે, તોમને વિટીઓ બનાવો તેમ કહેતા ફરીયાદી મૌલેશના પિતા નાનુભાઇએ વિટીઓનો ડબ્બો ખોલીને બતાવતા આ ઇસમે વિટીંઓ હાથમાં લીધી હતી. અને ડબ્બા લઇને ભાગી જવાનો પ્રયાસ થતા મૌલેશે ચારે ચોરની બુમો પાડતા આ ઇસમ દોડતો ભાગતા પોતાની સાથે આવેલા ઇસમની બાઇક પર બેસી ગયો હતો.

પરંતુ કમનસીબે આગળ ટ્રાફિકજામ જાઇ જતા બંને બાઇક મુકીને ભાગવા જતા પાછળ દોડી આવતા લોકટોળાએ બંનેને ઝડપી પાડયા હતા. અને બંનેને મેથીપાક અખાડ્યો હતો. ભરચક વિસ્તાર એવા આ ચોકસી બજારમાં બનેલા ચોરીના પ્રયાસના બનાવની જાણ થતા લોકટોળા ઉમટયા હતા. અને બંને આરોપીઓની બરાબર ધુલાઇ કરી પોલીસ મથકે લઇ ગયા હતા. લોકોએ બંને ઇસમોની ધુલાઇ કરતા વિડીયો સોશ્યલ મિડીયા પર વાઇરલ થતા લોકોએ એક બીજાને શેર કર્યા હતા.

જોકે જે ત્રણ વિંટી લઇને ભાગ્યા હતા. તેઓ પાસેથી વિંટીનો ડબ્બો મળી આવ્યો હતો. અને વિંટીઓ પણ દુકાન માલીકને પરત મળી ગઇ હતી. પોલીસે આ બંને પરપ્રાંતિયો અબ્બાસઅલી ઇજજતઅલી જાફરી ઉવ.21 તથા ઝુબેરઅલી સીરાજઅલી જાફરી ઉવ.30 રહે. પરણી જી.ભીંડ, મહારાષ્ટ્રની ચોરીના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. અને આ ગુનામાં વપરાયેલ બાઇક પણ કબ્જે લીધી હતી. જેનુ આરટીઓ પાસીંગ મધ્યપ્રદેશનું હતુ. આરોપી ઝુબેર પાસેથી પોલીસને ઉત્તરપ્રદેશના બુલંદ શહેરના પત્રકાર તરીકેની ઓળખ આપતુ પ્રેસકાર્ડ મળી આવતા પોલીસે તે તરફ પણ તપાસનો દૌર લંબાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...