તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ આદિવાસી નેતા ધરાવે છે ગુજરાતમાં સૌથી વધુ વખત MLA બનવાનો રેકોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાતના આદિવાસી વિસ્તારના નાનકડા ગામમાંથી ૯ વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા મોહનસિંહ રાઠવાએ ગુજરાતમાં સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મોહનસિંહ ૧૯૭૨થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે અને ૩ વખત મંત્રી પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાં હાલ સૌથી સીનિયર નેતા છે. ગુજરાતમાં અશોક ભટ્ટ, નારાયણભાઈ પટેલ, વજુભાઈ વાળા જેવા દિગ્ગજ નેતાઓ વધુ વખત ચૂંટણી જીત્યા છે અને મોખરે પણ રહ્યા છે છતાં સૌથી વધુ વખત વિધાનસભાની ચૂંટણી જીતવાનો રેકોર્ડ કોંગ્રેસના આદિવાસી નેતા અને છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના નામે છે.  ચોથી વિધાનસભા 1972-74,  1975-80, 1980-85,  1985-90, 1990-95, 1995-97, 1998-2002, 2007-12, થી લઈને 2012-17 તેરમી વિધાનસભામાં તેઓ ધારાસભ્ય છે અને તેમની ૨૦૧૭ની ચૂંટણીની ટીકીટ પણ કોંગ્રેસ પક્ષે ફાઈનલ કરી દીધી છે અને તે ચૂંટણી જીતી તેઓ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના રેકોર્ડની બરાબરી કરશે. 
 
૧૯૯૦માં એમની જ સરકારમાં ચીમનભાઈએ મોહનસિંહ રાઠવાને ૭ વિભાગના મંત્રી બનાવ્યા હતા
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ વખત ચૂંટણી જીતવાનો અને ધારાસભ્ય બનવાનો રેકોર્ડ પણ તેમના નામે કર્યો છે
 
આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરના આવેલા પાવી જેતપુર તાલુકાના બાર ગામમાં આદિવાસી ખેડૂતના ઘરે ૧૯૪૪માં મોહનસિંહ રાઠવાનો જન્મ થયો હતો.  મોહનસિંહના કાકા ૬૦ના દસકમાં ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા અને તે સમયથી તેઓને રાજકારણમાં રસ પડ્યો હતો.  માત્ર ૨૮ વર્ષની યુવા વયે પહેલી વાર તેઓ ધારાસભ્ય બન્યા હતા અને કુલ મતદાનના ૭૦ % વોટ મેળવ્યા હતા. ત્યાબાદ તેઓએ  સતત જીત મળેવી અને ૩ વખત મંત્રી પણ બન્યા. ૨૦૦૨માં રાજ્યની સ્થિતિ તંગ હતી અને તે વર્ષે જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણી મોહનસિંહ હારી ગયા હતા. પરંતુ ત્યારપછી ૨૦૦૭ અને ૨૦૧૨માં તેઓ ફરી ચૂંટણી જીત્યા અને સૌથી વધુ વખત  ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. હાલ તેઓ ગુજરાત વિધાનસભામાં સૌથી સીનિયર ધારાસભ્ય છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ વખત ચૂંટણી જીતવાનો અને ધારાસભ્ય બનવાનો રેકોર્ડ પણ તેમના નામે કર્યો છે. 
 
દેશના રાજકારણમાં કોના નામે છે રેકોર્ડ ?
 
૧- કોમ્યુનિસ્ટ પાર્ટીના ઇન્દ્રજીત ગુપ્તા જેવો ૧૧ વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ ૨૦૦૧માં તેમનું ચાલુ ટર્મમાં મોત થયુ હતું.
૨- ભાજપના અટલ બિહારી વાજપેયી, જેઓ ૧૦ વખત લોકસભામાં ચૂંટાયા અને વડા પ્રધાન પણ  બન્યા હતા
૩-વિધાનસભાની વાત કરી તો કેરલા કોંગ્રેસ (M)ના કે એમ મની ૧૩ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને તેમણે જ કેરલા કોંગ્રેસ (M)ની સ્થાપના કરી હતી.
૪- આ યાદીમાં તમિલનાડુના ડી એમ કેના ચીફ  કરુણાનિધિ છે જેઓ ૧૦ વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને ૫ વખત મુખ્યમંત્રી પણ બન્યા છે.
૫- ત્યારબાદ ૧૧ વખત ચૂંટણી જીતનાર છે મહારાષ્ટ્રના PWP પાર્ટીનાના ગણપતરાવ દેશમુખ જેઓ ૧૧ વખત ચૂંટણી જીત્યા છે અને ધારાસભ્ય છે. 
 
Divyabhaskar.com સાથેની વાતચીતમાં મોહનસિંહ રાઠવાએ જણાવ્યું કે, “મારી સતત જીત પાછળ ઘણા પરિબળો છે. જેમાં મારી ૪૫ વર્ષની રાજકીય કારકીર્દીમાં મારી પર ભ્રષ્ટાચાર કે વિવાદનો કોઈ આક્ષેપ લાગ્યો નથી.  મેં મંત્રીકાળ દરમિયાન ૩૯,૦૦૦ આદિવાસી પરિવારોને જમીન આપી હતી અને સુખી ડેમ બનાવ્યો હતો જેનાથી એક સમયે ત્યાં ૪૦,૦૦૦ એકર જમીનમાં પિયતનું પાણી મળતું હતું. આ ઉપરાંત મેં ૩૦૨ જેટલી છાત્રાલયો બનાવી હતી અને મારા વિસ્તારમાં કોલેજ બનાવી જેમાં હાલ ૨૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હું સતત પ્રજાની રહું છું અને તેમને સાંભળું છું. હું દરેકના પ્રસંગમાં હાજરી આપું છું, એ લગ્ન હોય કે મોત કે બારમું હોય. યુવાનીના સમયે હું એક દિવસમાં ૩૨ લગ્નમાં હાજરી આપતો હતો અને આ બધાને કારણે પ્રજા  મને ચૂંટણી જીતાડે છે કારણ કે હું લોકોની વચ્ચે રહીને તેમના કામ કરું છું જેના માટે તેમણે મને ધારાસભ્ય બનાવ્યો છે.”
૧૯૭૫ની ચૂંટણીમાં જનરલ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને હરાવ્યા હતા અને ૧૯૯૦માં એમની જ સરકારમાં ચીમનભાઈએ મોહનસિંહ રાઠવાને ૭ વિભાગના મંત્રી બનાવ્યા હતા.
 
આગળ વાંચો, એક આદિવાસી પરિવારમાંથી આવે છે
અન્ય સમાચારો પણ છે...