ગોધરા: જિલ્લામાં ભર ઉનાળે વરસાદ થતાં ચણા-ઘઉંના પાકને અસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા: શિવરાત્રીની વિદાય બાદ શિયાળો પુર્ણથયા બાદ ઉનાળાની શુભ શરુઆત થઇ છે.ત્યારે અચાનક લુણાવાડા ,સંતરામપુર અને ઘોઘંબામાં કમૌસમી વરસાદ થતા ચણા,ઘંઉના પાકને નુકશાની પહોંચી છે.જેમાં સૌથી વધુ આંબા પર મોરને નુકશાની પહોચતા ખેડુતોચિંતાતુર બન્યાછે.અગાઉ પંચમહાલ તથા મહિસાગર જીલ્લામાં શિયાળાની કડકડતી ઠંડી વર્તાઇ રહી હતી.
 
શિવરાત્રીની વિદાઇ સાથે શિયાળો પણ વિદાય લીધી હતી
 
જે બાદ આકરા ઉનાળાની શરુઆત થઇ ચુકી છે ત્યારે પંચમહાલ જીલ્લા સહિત મહિસાગર જીલ્લામાં શિવરાત્રીની વિદાઇ સાથે શિયાળો પણ વિદાય લીધી હતી.અને ઉનાળાની શરુઆત થઇ ચુકી છે.હાલમાં રાત્રીના સમયે ઠંડી અને દિવસે ઉના‌ળાનો અનુભવ થઇ રહ્યો છે દરમ્યાન એસી તથા પંખા ઘમઘમતા થયા છે.ત્યારે ઉનાળાની શરુઆતના પ્રારંભે મૌસમે અચાનક કરવટ બદલી હતી અને સવારથી જ આકાશમાં વાદળ છાયુ વાતાવરણ રચાઇને જાણે ચોમાસાનો માહોલ બન્યો હોય તેવો આભાશ ઉભો થયો છે.
 
દાહોદ જિલ્લામાં ફાગણમાં અષાઢનો માહોલ
 
દાહોદ જિલ્લામાં બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. તડકા-છાયડાની રમત આખો દિવસ ચાલતી જોવા મળે છે. ત્યારે શુક્રવારે તો થોડીવાર વાતાવરણ વાદળછાયુ જ્યારે થોડી વાર આકરો તાપ નીકળેલો જોવા મળ્યો  હતો. આ માહોલ વચ્ચે તેજ પવનો ફૂંકાતા પણ જોવા મળ્યા હતાં. સુખસર પંથકમા બપોરના ત્રણ્ન વાઞ્યાના અરસામા વાદળો છવાઇ જતાં અને કમોસમી વરસાદની સંભાવના જણાતા ખેડુતોમા ચિંતા ઉભી થઇ હતી. હળવા વરસાદી છાંટા પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...