• Gujarati News
  • Theft In 3 Shops And 1 House In One Night At Ghoghamba

ઘોઘંબા: મેઇન બજારમાં એક જ રાતમાં 3 મકાન તથા 1 દુકાનમાં તસ્કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઘોઘંબા નગરના મેઇન બજારમાં એક જ રાતમાં 3 મકાન તથા 1 દુકાનમાં તસ્કરી
- દુકાનમાંનો ગલ્લો ડીસમીસથી તોડી રોકડા 3,000 લઇ ગયા
- મકાનના તાળાં તોડવામાં નિષ્ફળ રહેતાં ફરાર થયા
ઘોઘંબા: ઘોઘંબાના મેઇન બજારમાં ગત રાત્રીના તસ્કરોએ એક દુકાન અને ત્રણ મકાનના તાળા તોડી તરખાટ મચાવ્યો હતા. એક જ રાત્રીના સમયે ચાર સ્થળે ચોરીના બનાવથી ઘોઘંબાના નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયાનું જાણવા મળે છે. બનાવ સંદર્ભે હાલ પોલીસે માત્ર અરજીના આધારે તપાસ લંબાવી છે.
ઘોઘંબામાં સરકારી દુકાન ધરાવતા પ્રજ્ઞેશભાઇ શાહની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનનું શટર ઉંચુ કરી દુકાનનો ગલ્લો ડીસમીસથી તોડી નાખ્યો હતો. ત્યાર બાદ માત્ર રોકડ રકમ આશરે 3 હજાર લઇ ગયા હતા. તથા પરચુરણનો ગલ્લો સાથે લઇ ગયા હતા. આ ઉપરાંત સુરજભાઇ પંચોલીના મકાનમાં રહેતા બે ભાડુઆતના રહેણાંક મકાનને પણ નિશાન બનાવ્યા હતા. તેમજ યોગીનભાઇ ગોહિલના મકાનના તાળા તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ એક જ રાતે 3 મકાન,દુકાનના તાળા તુટવાની ઘટનાથી પેાલીસ પેટ્રોલીંગ પર પ્રશ્નાર્થ સર્જાયો છે.