પંચમહાલ ભાજપ મોરચાની ખોરંભે પડેલી રચનાની સંરચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા:  છેલ્લા એક  વર્ષથી  પંચમહાલ ભાજપના વિવીધ મોરચાની ખોરંભે પડેલી જીલ્લાની રચનાની મડાગાંઠ ઉકેલાતા  માર્ગ મોકળો બનતા હવે વિધાનસભાની ચુંટણી પૂર્વે  નવરચના કરાઇ છે. પરંતુ  કેટલાકને   યોગ્ય સ્થાન નહી મળતા  તો કેટલાકને પદ મળતા કહી ખુશી કહી ગમની  મનોમન   મિશ્ર લાગણી અનુભવાઇ રહી છે. ગત જાન્યુઆરી માસમાં પચમહાલ જીલ્લા ભાજપાની મુદત પૂર્ણ થતાં ધીરેધીરે કારોબારી સંગઠનની રચના કરાઇ હતી પરંતુ  મહિલા મોરચો, એસ.સી.મોરચો, આદિ જાતી  મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ મોરચો એમ  જીલ્લાકક્ષાની પાંચ રચના બાકી હતી લા઼બો સમય વિતવા છતા઼ પ્રદેશ કે જીલ્લા કક્ષાએ કોઇ પણ સંગઠન બાબતે કોઇ તસ્દી લેવાઇ નહતી પરિણામે દિવસોથી આ સંગઠન ઘોંચમાં પડતા કેટલાક ઇચ્છુકો પણ નારાજગી અનુભવી રહ્યા હતા અને પક્ષના વિવિધ કાર્યક્રમમા઼ પણ આ વિભાગના કાર્યક્રતાઓની પાંખી હાજરી વર્તાઇ રહી હતી ત્યારે હવે ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીને આડે હવે છ માસનો બાકી છે.
 
કેટલાકમાં નારાજગી, તો ક્યાંક કહી ખુશી કહી ગમ
 
તેવા સમયે દિવસોથી સર્જાયેલી મડાગાંઠ ઉકેલાઇને સંરચના જાહેર કરાઇ છે. જેમા઼ મહિલા મોરચામાં પ્રમુખ તરીકે ગૌરીબેન જોષી,ઉપપ્રમુખ બાલુબેન ચૌહાણ ,નીતાબેન વગેરેનો સમાવેશ થાય છે. એસ.સી.મોરચામાં પ્રમુખ નારાયણ વણકર, ઉપપ્રમુખ ભાનુભાઇ વણકર, જ્યારે આદિ જાતી  મોરચામાં પ્રમુખ વિક્રમસિંહ ડીંડોર, ઉપપ્રમુખ તડવી ભારતસિંહ ,સોમાભાઇ મછાર છે. કીસાન મોરચામાં પ્રમુખ ગોપાલભાઇ પટેલનો સમાવેશ કરાયો છે. એક  પ્રમુખ, પાંચ ઉપપ્રમુખ, બે મહામંત્રી, પાંચ મંત્રી તથા એક ખચાનચીને સ્થાન અપાયુ છે. પરંતુ પક્ષ માટે ઘણા વર્ષોથી કામગીરી કરતા  તનતોડ મહેનત કરીને પક્ષને મજબૂત કરનાર કેટલાક કહેવાતા સિનિયરોને યોગ્ય  સ્થાન નહી મળતા  તથા  અન્યને સ્થાન મળતા ચર્ચા વ્યાપી છે.
 
અન્ય સમાચારો પણ છે...