• Gujarati News
  • National
  • The BLO Is Sitting On Voting Stations And Work Related To The Voter Improvement Campaign

નસવાડી મતદાર સુધારણા અભિયાનમાં છબરડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી: નસવાડી તાલુકોમાં ચૂંટણી આયોગ દવારા અવાર નવાર મતદાર સુધારણા અભિયાન હાથ ધરાય છે.જેમાં ખાસ કરી ને જિલ્લા કલેકટર દવારા મતદાર સુધારણા અભિયાન વખત ખુબજ ધ્યાન આપવામાં ત્યારે મતદાન મથકો પર બીએલઓ બેસીને મતદાર સુધારણા અભિયાનને લગતી કામગીરી કરે છે.

 

મરણ દાખલા સાથે ફોર્મ વારંવાર મામલતદાર કચેરીમાં આપ્યા છે : બી એલ ઓ

 

જેમાં જે મતદાર મૃત પામેલ હોય તેના મરણ ના દાખલા ને આધારે નામ કમી કરવામાં આવે છે.સાથે જ નવા મતદારો ઉમેરવાના , નામ સુધારવું, સરનામું સુધારવું તેમજ અન્ય ચૂંટણી કાર્ડ ને લગતી તમામ કામગીરી મતદાર સુધારણા અભિયાન વખતે હાથ ધરવામાં આવે છે .ત્યારે નસવાડી ના બુથ નંબર 6 ના મતદાર ના પરીવાર દવારા અનેક વખત પૂરતા ડોક્યુમેન્ટ મતદાર યાદી માંથી નામ કમી કરવા માટે નું બી એલ ઓ ને આપેલ છે.


છતાંય કેટલાય વર્ષો થી મતદાર યાદીમાંથી નામ કમી થતું નથી.હાલ વિધાનસભા ની ચૂંટણીમા મૃત પામેલ મતદારોની ફોટો મતદાન સ્લીપ પણ આવેલ છે. ત્યારે મતદાન મથક ના બી એલ ઓ ના જણાવ્યા મુજબ મરણ જનાર મતદારોના નામ કમી કરવાનું ફોર્મ નસવાડી ચૂંટણી શાખામાં મતદાર સુધારણા અભિયાન વખત આપ્યા છે.છતાંય નામ મતદાર યાદીમા આવેલ છે અને ફોટો મતદાન સ્લીપ પણ છપાઈ ને આવેલ છે .ત્યારે નસવાડી તાલુકા મા મતદાર યાદી સુધારણા અભિયાન વખતે ફક્ત કાગળ પર ઘોડા દોડાવાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે .

 

નામ કમી કરવાના ફોર્મ ચૂંટણી શાખામાં આપ્યા છે


મતદાર સુધારણા વખતે અમોએ નામ કમી કરવાના ફોર્મ ચૂંટણી શાખામા આપ્યા છે .અમોએ અમારી કામગીરી કરી છે.- સુરેશભાઈ ભીલ, બી એલ ઓ નસવાડી

અન્ય સમાચારો પણ છે...