તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા: 300 શૌચાલય પર ટાંકી બનાવાઇ, લાભાર્થીઓમાં ખુશીનો માહોલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા: ગોધરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં 300 ઉપરાંત શૌચાલય નિમાર્ણ કરવામાં આવ્યા હતાં 1 શૌચાલય દીઠ 14000 યુનીટ કોસ્ટ લાગુ પડાઈ હતી ત્યારે શૌચાલયમાં પાણીની ટાંકી ઉપલબ્ધ નહી બનાવતા વિવાદે સ્થાન લીધુ હતું. અનેક વિવાદો બાદ ઉચ્ચસ્તરીયે રજુઆત બાદ આખરે પાણીની ટાંકી ઉપલબ્ધ બનાવાઈ હતી. આખરે 300 ઉપરાંતની ટાંકી બનાવાય હતી, જેને લઈ ને લાભાર્થીઓમાં રાહતનો દમ વ્યાપીયો હતો.
ગોધરા શહેરમાં તથા આસપાસના ગંદકી મુકત શહેર બને તે માટે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત વર્ષે ગોધરા નગરમાં 4000 ઉપરાંત શૌચાલય નિર્માણ કરવામાં આવ્યા હતા. નગરમાં છેલ્લા દોઢ વર્ષ થી હાથ ધરાઈ રહેલી કામગીરી દરમ્યાન શૌચાલય મુકત કામગીરી હાથ ધરવામાં આવે તેવી 100 ટકા કામગીરી હાથ ધરી હતી. જેના ભાગ રૂપ ગત વર્ષ હાથ ધરેેલી ખાનગી એજન્સી મારફતે કામગીરી દરમ્યાન 14000 હજારની કામગીરીમાં પાણીટાંકી નહી મૂકીને વિવાદે સ્થાન લીધુ હતું.સરકાર દ્વારા શૌચાલયમાં 14000ની કિંમતમાં પાણીટાંકી મૂકવાની હોય છે પરંતુ ખાનગી એજન્સી દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. ત્યારે છેલ્લા 6 માસ થી નિર્માણ કરાયેલા શૌચાલયમાં બાકી ટાંકીની કામગીરીના અભાવે મહિલાઓ તથા અન્ય લાભાર્થીઓને ભારે મૂશકેલીનો સામનો કરવો પડયો હતો.
છેલ્લે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાલિકાના ખાનગી એજન્સીઓ દ્વારા નિયમનુસાર કરી છે કેમ તે પ્રકારની તપાસ શરૂ કરાઇ હતી, પરંતુ નીયત કરાયેલા દર અનુસાર શૌચાલયની કામગીરીમાં ભારે ગેરરીતી આચરાઈ હોવાની બૂમ ઉઠી હતી સાથે સાથે ખાનગી એજન્સીઓ દ્વારા નિયમ પ્રમાણે કામગીરીમાં અનિયમિતા આચરીને ટાંકી જેવી અગત્યની કામગીરીમાં નિયમ પ્રમાણે અનિયમિતા આચરી હતી. 6 માસ દરમ્યાન શૌચાલયની કામગીરી કર્યા પ્રમાણે પાણીટાંકી ઉપલબ્ધ નહી કરાવાતા તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ગેરીતી આચરાઈ હોવાની બૂમ બહાર આવતા આખરે તંત્ર દ્વારા રાબેતા મુજબ ટાંકીની ગોઠવવા માટે સૂચન કર્યા હતા. અવાર નવાર રજુઆત બાદ પણ કોઈ પરિણામ નહી આવતા પાલીકા દ્વારા ફરી થી ટેન્ડર પસાર કરીને તેઓને શૌચાલયની સુવિધા મળે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લે 300 ઉપરાંત શૌચાલયમાં પાણીટાંકી બેસાડી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો