નસવાડીમાં ભરાતું રવિવારી હાટ બજાર અચોક્કસ મુદત માટે બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી: નસવાડી ટાઉનમાં ભરાતા રવિવારી હાટ બજાર થોડા સમય પેહલા જ શરૂ થયો હતો. ત્યારે પણ નસવાડીના વેપારીઓ દ્વારા લેખીતમાં નસવાડી માર્કેટને હાટ બજાર બંધ કરવાવા માટે અપીલ કરી હતી. આખરે રવિવારી હાટ બજારને લઈ નસવાડીનો વેપાર ફક્ત એક જ દિવસ પૂરતો થતો હોય નસવાડી બજારમા મંદીનું વાતાવરણ છવાયું હતું. આખરે બુધવારના રોજ નસવાડીના તમામ વેપારી ઓ ભેગા થઈને નસવાડી માર્કેટ બહાર ભારે સુત્રોચાર કર્યા હતા

 

અને માર્કેટના મંત્રીને આવેદનપત્ર આપ્યુ હતું સાથે જ નસવાડી બજાર બંધ રાખી અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જેનો એહવાલ દિવ્યભાસ્કર એ પ્રસિદ્ધ કરતા માર્કેટના સત્તાધીશો એ નોંધ લીધી હતી અને  ગુરુવારના નસવાડી માર્કેટના ચેરમેન મહેન્દ્રભાઈ દેસાઈ સાથે માર્કેટના સભ્યો અને વેપારીઓ ભેગા થયા હતા અને નસવાડીમાં ભરાતું રવિવારી હાટ બજાર અચોક્કસ મુદત માટે હાલ પૂરતું બંધ રાખવાનું નક્કી કરાયું છે.


તેમજ હાટ બજાર ચાલુ કરવા માટે નસવાડીના તમામ વેપારીઓ, યુનિયનના વેપારી તેમજ નસવાડી માર્કેટની બોડી આગામી દિવસમાં હાટ બજાર શરૂ કરવો કે નહી તે નિર્ણયો લેવાના નક્કી કરાયા છે. હાલ તો નસવાડીના વેપારીઓના હીતને લઈ નસવાડી રવિવારી હાટ બજાર  અચોક્કસ મુદત માટે બંધ કરાયો છે ત્યારે નસવાડીના વેપારીઓ ખુશ થયા છે.નસવાડી એપીએમસીના ચેરમેન મહેન્દ્રભાઈ દેસાઈએ નસવાડીનું રવિવારી હાટ બજાર માર્કેટ વેપારીના હીતને લઈ  બંધ કરાયું હોવાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...