તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા: શિક્ષણ માટે જીવનું જોખમ લેવા છાત્રો મજબૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાવી જેતપુર: બોડેલી તાલુકાના રાજવાસણા ગામના બાળકોને મજબૂરીએ જીવના જોખમે અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે અને વાહન વ્યવહારના અભાવે આડ બંધ ઉપરથી પસાર થઇને શાળાએ જવુ પડી રહ્યુ છે. પ્રાપ્ત માહીતી અનુસાર બોડેલી તાલુકાના રાજવાસણા ગામમા એક થી ચાર ધોરણની શાળા આવેલી છે પરંતુ ચાર ધોરણ પછી બાળકોને અન્ય ઠેકાણે અભ્યાસ માટે જવાની ફરજ પડે છે.
બાળકો કૂદીને આડ બંધ પર જાય છે
રાજ વાસણા ગામના બાળકો હેરણ નદીના સામે છેડે આવેલા કાશીપુરા પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલમા અભ્યાસ કરવા જાય છે. આ બાળકો અભ્યાસ મેળવવા માટે ગમે તે કરવા તૈયાર થઇ જાય છે. અને તેઓ અભ્યાસ મેળવવા માટે જીવનુ જોખમ કરીને આડ બંધ ઉપરથી પસાર થઇને સામે છેડે જઇ રહ્યા છે. રાજ વાસણાની હેરણ નદીના આડ બંધ પરથી પસાર થવા માટે બાળકોને લોઢાના ચણા ચાવવા પડે તેવુ જોખમ લેવાની ફરજ પડે છે. આ આડ બંધ પર જવા માટેના છ સાત પગથીયા તૂટી ગયેલા છે. જેને બાળકો કૂદીને આડ બંધ પર જાય છે.
નિસરણીના સળીયા પણ વચ્ચેથી તૂટી ગયેલા છે
આડ બંધની પાળ પર ચાલતા ચાલતા સામે છેડે જાય છે અને સામે છેડે ઉપર ચઢવા માટે એક લોખંડની નિસરણી મૂકવામા આવેલી છે જેના સળીયા પણ વચ્ચેથી તૂટી ગયેલા છે અને તેના બદલે તાર બાંધીને પગથીયા બનાવીને બાળકો તેના પર ચઢીને કાશીપુરા જઇ રહ્યા છે. રાજ વાસણાનો આડ બંધ વર્ષ 1954 મા બનાવવામા આવ્યો હતો અને હાલ ઝરજરીત હાલતમા છે અને ગામની શાળામા એક થી ચાર ધોરણની જ શાળા છે.અને પાંચમા ધોરણમા અભ્યાસ કરવા માટે કાશીપુરા જવુ પડે છે.
બાળકોના વાલીઓ સતત ચીંતામા
કાશીપુરા હાઇસ્કૂલના આચાર્યનુ કહેવુ છે કે અગાઉ રાજ વાસણા અને ઉનડા ગામ મા થી 60 થી 70 બાળકો અભ્યાસ કરવા માટી આવતા હતા અને છેલ્લ બે ત્રણ વર્ષથી આ બાળકોની સંખ્યા જોખમી રસ્તાને લઇને ઘટીને અડધી થઇ ગઇ છે. અને આ રસ્તા પરથી પસાર થઇને અભ્યાસ કરતા બાળકોના વાલીઓ સતત ચીંતામા ડુબેલા રહે છે અને બાળકોને આડ બંધ પર લેવા અને મુકવા પણ જાય છે. અને ચોમાસાના સમયની અંદર આ આડ બંધ પરથી પાણી ઓવરફ્લો થઇને જતુ હોય ત્યારે આ રસ્તા પરથી જવા આવવા માટે બાળકોને મુશ્કેલી પડે છે.
શાળાએ જવા માટે બસની કોઇ સુવિધા નથી
તેઓને ફરજીયાત પાંચ કીલોમીટરનો ફેરાવો ફરીને બાળકોને કાશીપુરા શાળાએ જવા માટે બસની કોઇ સુવિધા ન હોવાને કારણે શાળાએ ચાલતા જવાની ફરજ પડી રહી છે.જેને લઇને બાળકોને ચોમાસા દરમીયાન પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જોખમી રસ્તાને લઇને બાળકો જ્યા સુધી શાળાએ ન આવે ત્યા સુધી શિક્ષકો પણ ચીંતા કરાતા હોય છે અને વાલીઓ પણ બાળક શાળાએ સહી સલામત પહોચ્યુ છે કે કેમ તેની ચીંતા પણ કરે છે.
વાહન વ્યવહારની વ્યવસ્થા કરે તે ખુબ જ જરૂરી
સાંજે શાળા છૂટ્યા પછી બાળકો જ્યા સુધી ઘરે ન આવે ત્યા સુધી વાલીઓ પણ ચીંતા કરતા રહે છે. આ ગામના સરપંચ યુસુફભાઇ મંસુરીના કહેવા પ્રમાણે નવરાસના સમયે આ બાળકોને લેવા અને મૂકવા જઇએ છે. અને ઉપર ચઢવા અને ઉતરવા માટે બાળકોને મદદ કરીએ છે. જેથી રાજ વાસણાથી કાશીપુરા અભ્યાસ અર્થે જતા વિધ્યાર્થીઓ માટે વહીવટીતંત્ર વહેલી તકે કોઇ ગામમા શાળાની વ્યવસ્થા કરે અથવા તો વાહન વ્યવહારની વ્યવસ્થા કરે તે ખુબ જ જરૂરી બન્યુ છે.
અમારે ભણવા માટે આવુ કરવુ પડે છે આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો