• Gujarati News
  • Standard 12 General Stream Result Panchmahal 31 And Dahod 26 Parcent Latest News

ધો.12 સા.પ્ર.માં પંચ.નું 31.94 % દાહોદ 26.55% પરિણામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લામાં નબળા પરિણામથી ચિંતા : મહીસાગર જિ.માં 31.84%
-પંચમહાલમાં 9638 છાત્રો અને મહીસાગરમાં 6935 નાપાસ
-ગત વર્ષે જિલ્લો ટોપ પર હતો ત્યારે આ પરિણામથી આશ્ચર્ય

ગોધરા:ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ નબળું આવતાં શિક્ષણઆલમ ચિંતિંત બન્યું છે. ગત વર્ષની તુલનામાં પંચમહાલમાં 39.91 ટકાના ઘટાડા સાથે 31.94 ટકા હેઠળ 9638 નાપાસ તેમજ મહીસાગરમાં 48 ટકાના ઘટાડા સાથે 31.84 ટકા હેઠળ 6935 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

પંચમહાલ જિલ્લામાં 39.91%નો અને મહીસાગર જિલ્લામાં 48%નો ઘટાડો
પંચમહાલ જિલ્લામાં ધો.12 સા.પ્રવાહમાં ગત વર્ષે 71.85 ટકા પરિણામ આવ્યું હતું. જેની સરખામણીમાં 39.91 ટકાના ઘટાડા સાથે 31.94 ટકા હેઠળ અધધ કહી શકાય તેટલા 9638 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેમાં એકંદરે એ1માં 0,એ2માં 13 , બી1માં 93, બી2માં 378, સી1માં 913, સી2માં 1639, ડીમાં 1371 અને ઇ1માં 16 છાત્રો છે. તેવી રીતે મહીસાગરમાં ગત વર્ષે 80.05 ટકા પરિણામ જોતાં ચાલુ વર્ષે 48 ટકા ઘટાડા સાથે 31.84 ટકા હેઠળ 6935 નાપાસ થયા છે. નોંધાયેલા 10085 પૈકી 9889 હાજર રહીને એ1માં 1 એ2માં 4, બી1માં 83, બી2માં 294, સી1માં 765, સી2માં 1136, ડીમાં 855 અને ઇ1માં 12 છાત્રો છે. આ નબળા પરિણામ પાછળ ચોરીની બદી અટકવાની સાથે છાત્રોએ પણ મહેનત કરવી પડશે.

203 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવ્યા
ચાલુ વર્ષે પ્રથમવાર તમામ કેન્દ્રોના વર્ગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીસીટીવી કેમેરા હેઠળ પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જેમાં પંચહાલમાંથી 16 કેમેરા તથા 15 કોપી કેસ મળીને 31 તેવી રીતે મહિસાગર જિલ્લામાં સૌથી વધુ 161 સીસીટીવી અને 11 કોપી કેસ મળીને 172 સાથે કુલ 203 છાત્રોના કેસ પડતર હોવાથી પરિણામ અટકાવ્યા છે.તેઓની સુનાવણી બાદ શિક્ષાત્મક તથા છુટકારો જેવો નિર્ણય બોર્ડ આપનાર છે.
હાલોલ કેન્દ્રનું માત્ર 30.50% પરિણામ
ધો.12(સામાન્ય પ્રવાહ)માં હાલોલ કેન્દ્રનું માત્ર 30.50 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં હાલોલની કલરવ શાળાનું અંગ્રેજી માધ્યમનું 100 ટકા જ્યારે ગુજરાતી માધ્યમનું 94 ટકા આવ્યું છે. શ્રીમતી વી.એમ.શાહ ગુજરાતી સ્કૂલનું 54.03 ટકા, જ્યારે અંગ્રેજી મા.નું પરિણામ 98 ટકા આવ્યું છે. એમ.જી.એમ. ઇંગ્લિશ મીડિયમનું 84 ટકા પરિણામ આવ્યું હતુ. હાલોલ કેન્દ્રમાં 2020 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં માત્ર 616 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાંથી હવે હાયર સેકન્ડરીમાં ધો.11માં પૂરતા વિદ્યાર્થીઓ મળી શકશે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

દાહોદ જિ.માં ગત વર્ષ કરતાં 60% જેટલું ઓછું પરિણામ આવતાં નિરાશા
દાહોદ.માર્ચ 2015માં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ શનિવારે આવતાં દાહોદ જિલ્લામાં ધબડકો જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લાનું માત્ર 26.55 ટકા જ પરિણામ રહ્યું હતું. આ વખતે એક પણ વિદ્યાર્થી એ1માં આવ્યો ન હતો. ગત વર્ષે આખા રાજ્યમાં 86.74 ટકા સાથે પ્રથમ રહેલા જિલ્લાનું પરિણામ આ વર્ષે 60 ટકા ઉતરી જતાં આશ્ચર્ય સર્જાયું છે.
દાહોદ જિલ્લામાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2015માં લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 16395 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. આ વિદ્યાર્થીઓમાંથી દાહોદ જિલ્લામાં નિયત કરેલા 14 કેન્દ્રો પરથી 16089 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. ઉત્તેજના વચ્ચે 30 મે શનિવારે આ પરીક્ષાનું પરિણામ ઘોષિત થયું હતું. આખા જિલ્લાનું માત્ર 26.55 ટકા પરિણામ રહેતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી ગઇ હતી.
આખા જિલ્લામાંથી એ1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવ્યો ન હતો જ્યારે એ2માં પણ માત્ર 17 જ વિદ્યાર્થી જોવા મળ્યાં હતાં. તે જ રીતે બી-1માં 70, બી-2માં 377, સી-1માં 962, સી-2માં1746, ડીમાં 1078 અને ઇ-1માં 22 વિદ્યાર્થીઓ હતાં. જ્યારે 12,123 વિદ્યાર્થીઓ એવા હતાં જેમને હજી મહેનત કરવાની જરૂર હોવાનું જોવા મળ્યું હતું. ગત વર્ષે આખા રાજ્યમાં ટોપ કરનાર દાહોદ જિલ્લાનું પરિણામ આ વર્ષે 60 ટકા જેટલું ઘટી જતાં વિદ્યાર્થીઓ, વાલીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું.

15 વિદ્યાર્થીઓના પરિણામ રોકી દેવાયા

દાહોદ જિલ્લામાં પરીક્ષા દરમિયાન 12 વિદ્યાર્થી સીસી ટીવી કેમેરામાં શંકાસ્પદ હાલતમાં ઝડપાઇ ગયા હતાં. જ્યારે સ્કવોર્ડ દ્વારા ચેકિંગ દરમિયાન ત્રણ વિદ્યાર્થી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરરીતિ કરતાં મળી આવેલા આ 15 વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડ દ્વારા રોકી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં સૌથી ઓછું સાગટાળા કેન્દ્રનું પરિણામ

જિલ્લાના અતિ પછાત ગણાતા ધાનપુર તાલુકામાં આવેલા સાગટાળા કેન્દ્રનું આખા રાજ્યમાં સૌથુ ઓછુ 11.89% પરિણામ જોવા મળ્યું હતું. આ કેન્દ્રમાં નોંધાયેલા 591 વિદ્યાર્થીઓમાંથી 572 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 68 વિદ્યાર્થી જ એ2થી ડી સુધીના ગ્રેડમાં આવ્યા હતાં. જ્યારે બાકીના 504ને મહેનતની જરૂર છે.