તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવજીપુરામાં ખેડુતને ત્યાં 6 પગ વાળું વાછરડું જન્મતા લોકો જોવા ઉમટ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાંબુઘોડા:જાંબૃઘોડા નજીક આવેલા શિવજીપુરાના ખેડુત ભગાભાઇ કાસમભાઇ બારીયાને ત્યાં તેઓની ગાયને બે વાછરડા જન્મયા હતા. જે પૈકીનું એક વાછરડું જન્મ બાદ મુત્યુ પામ્યું હતું.જે નર વાછરડો હતો. જયારે અન્ય બીજુ વાછરડી જન્મી હતી જેના ચાર નહિ પણ છ પગ હોવાથી અને તે તદુરસ્ત હોવાની વાત શિવજીપુરામાં અને આજુબાજુના ગામડાઓમાં પ્રસતા આ છ પગવાળી વાછરડીને જોવા લોકો દોડી આવ્યા હતા. 
 
બંને પગ પર વજન આપી વાછરડી ઉભી રહી શકતી નથી 
 
અત્રે નોધનીય છે કે જાંબુઘોડા તાલુકામાં ભુતકાળમાં પાચ પગવાળી વાછરડી જન્મી હોવાનો બનાવ બન્યો હતો.પરતું આ કિસ્સામાં  વાછરડીને છ પગ હોઇ અને ગાય ને સૌ કોઇ ધાર્મીક દષ્ટિએ પુજનીય ગણાતા હોય લોકો તેને જોવા એકત્રિક થયા હતા. જોકે આ વાછરડી ને આગળ ના બે પગ પૈકી એક પગ નબળો છે અને પાછળ બે મોટા અને બે નાના પગમાં મોટા બંને પગ પર વજન આપી વાછરડી ઉભી રહી શકતી નથી તેને ઉચકીને ગાયનું ધાવણ પિવડાવવામાં આવતું હોવાનું માલિક ખેડુતે જણાવ્યું હતું
 
પશુ ચિકિત્સક પાસે ઓપરેશનથી દુર કરી શકાય
 
પશુચિકિત્સક ડો.ચંહવસિંહ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આને જનીનીક ખામી કહેવાય, ગર્ભનો અયોગ્ય, અસાધારણ વિકાસ થયો હોય જેમાં એક ગર્ભના વિકાસ સાથે અન્ય ગર્ભના કોષો નો સમુહ વિકાસથાય ત્યારે અસાધારણ અંગો વાળું વાછરડુ જન્મે જેને એબનોર્મલ ડિલીવરી કહેવાય પશુ ચિકિત્સક પાસે ઓપરેશનથી દુર કરી શકાય.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો