તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવલી: મહિસાગર નદીના ઉંડા પાણીમાં ન્હાવા ગયા ત્રણ યુવકો, એક ડૂબ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવલી: વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં સાવલીના લાંછનપુરા ગામે મહિસાગર નદીમાં નાહવા પડેલ યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જતાં યુવકને શોધવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી છે. મહિસાગરમાં નાહવા પડેલા ત્રણ યુવકો પૈકી એક યુવક ડુબી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સરફરાઝ મહમદભાઈ હલદરવા રહે. જંબુસર ઉ.વ.આશરે 23 ત્રણ મિત્રો સાથે નાહવા આવ્યા હતા. જોતજોતામાં ઉંડા પાણીમાં ડુબવા લાગતા સાથી મિત્રોએ બુમાબુમ કરતા ગ્રામજનો દોડી આવીને યુવકની શોધખોળ આદરી હતી.

લાપતા યુવકને શોધવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી

પાણી ડહોળુ હોવાથી ન મળતા પોલીસે શોધવા ફાયર બ્રિગેડના લાશ્કરોની મદદ લીધી છે. યુવકની શોધખોળ ચાલુ છે કયાં પતો જડતો નથી. વડોદર જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં ઉપરવાસના વધુ વરસાદને કારણે પાણી વધારે આવતા સાવલીના લાંછનપુરા ગામે મહિસાગર નદીમાં નાહવા પડેલ યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જતાં યુવકને શોધવા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી છે. લાંછનપુરા ખાતે મહિસાગરમાં નાહવા પડેલા ત્રણ યુવકો પૈકી એક યુવક ડુબી ગયો છે.પોલીસે યુવકને શોધવા ફાયર બ્રિગેડના લાશ્કરોની મદદ લીધી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો