તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકુમારી અને યુવરાજનું સંતરામપુરમાં શાહી રિસેપ્શન: આવો હતો માહોલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ: સંતરામપુરના માજી ધારાસભ્ય પરમદિત્યસિંહજીની પુત્રીનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. જેમાં અહેમદ પટેલ સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. રિસેપ્શનમાં મહેમાનોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે જયપુરમાં સંતરામપુરના રાજકુમારીના ભાવનગરના યુવરાજ સાથે શાહી લગ્ન થયા હતા. 


રાજકુમારીના લગ્નમાં દિગ્ગીરાજા મામેરૂ લઇને આવ્યા 

સંતરામપુરના રાજકુમારી અને ભાવનગરના યુવરાજના જયપુર ખાતે શાહી લગ્ન યોજાયા હતા. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંદરા રાજે તેમજ દેશભરમાંથી મહારાજાઓ લગ્નમાં રાજકુમારી અને યુવરાજને આર્શીવાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. સંતરામપુરના હીજ હાઇનેસ મહારાજા પરંજયદિત્યસિંહજી પરમારના પુત્રી રાજકુમારી કિતીરંજનીકુમારના લગ્ન ભાવનગર સ્ટેટના હીજ હાઇનેસ મહારાજા વિજયરાજસિંહજી ગોહિલના પુત્ર યુવરાજસાહેબ જયસિંરસિંહજી ગોહીલ સાથે તા.1 ફેબ્રુઆરીના રોજ રાત્રીના રાજસ્થાનના જયપુર ખાતે નારાયણ નિવાસ પેલેસમાં રાજા રજવાડાના રિતરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા.
 
રાઘોગઢના હીજ હાઇનેસ મહારાજા દિગ્વીજયસિંહ મામેરૂ લઇ પધાર્યા હતા
 
આ શાહી પ્રસંગએ નેપાળ, ઉત્તરપ્રદેશ, હિમાચલ, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનન રાજ્યના 60 જેટલા રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગમાં મધ્યપ્રદેશ રાજ્યના રાઘોગઢના હીજ હાઇનેસ મહારાજા દિગ્વીજયસિંહ (ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ) મામેરૂ લઇ પધારેલ હતા. જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શાહી ઠાઠમાં હાથી પર સવાર યુવરાજ સાહેબ જયવીરસીંહજી બારાતીઓ સાથે પધાર્યાં હતાં. જ્યારે બીજી તરફ જાનૈયાનું સ્વાગત શાહી ઠાઠમાં કરવામાં આવ્યું હતું. રાજા રજવાડાના શાહી લગ્ન જોવા માટે વિદેશીઓનો જમાવડો જોવા મળતો હતો. આ શાહી લગ્ન પ્રસંગમાં ગુજરાતના કોંગી આગેવાનો શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા સહિત આગેવાનો જોડાયા હતાં.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો