તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી પ્રચારમાં રૂપાણીએ કહ્યું, ચાવાળાની મજાક કોંગ્રેસને ભારે પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા: વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત બાદ રવિવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મોટી સંખ્યમાં કાર્યકરો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ચાવાળાની મજાક કરવાના પગલે રાજ્યભરમાં વિરોધ છે. મોરવા (હ) ખાતેના મોરવા ગામે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે પંચમહાલમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. જેમાં વિશાળ જનમદેનીને સંબોધતાં રવિવારે દેશના વડાપ્રધાન રવિવારે મન કી બાત અને ચાય પે ચર્ચા માં વિસ્તાર પૂર્વક બંધારણ નેવી દિવસ અંગે પ્રાસંગિક પ્રવચન ભાજપના તમામ કાર્યકરો અને પ્રજાજનાએ સાંભળ્યુ હતું. જ્યારે મુખ્યમંત્રીએ પોતાની આગવી છટામાં કોંગ્રેસ હાર ભાળી ગઈ છે ગમે તેમ અપપ્રચાર કરી રહી છે. 

 

વિજય રૂપાણીએ કાર્યક્રતાઅલ સાથે ચાય પે ચર્ચા સાથે મન કી બાત સાંભળી

 

મોરવા ગામે મુખ્યમંત્રીએ પોતાના સંબોધતા જણાવ્યું હતું કે, પ્રજા કોગ્રેસને જાણી ગઇ છે. ખોટા અપપ્રચાર પરથી ચૂંટણી પરિણામ બાદ સ્પષ્ટ થઈ જશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યભરમાં મન કી બાત  સાંભળવાના આહવાન ના પગલે રાજ્યભરની જનતાએ સાંભળી અને વડાપ્રધાનના નવતર પ્રયાસને  પ્રજા રસપ્રદ રીતે સાંભળ્યો છે. જ્યારે પંચમહાલ સાસંદને હવે કોઈ વાદ વિવાદ રહ્યો નથી તેમને સમજાવટ બાદ તેઓ મોવડી મંડળની સૂચના મુજબ પોતાની કામગીરી પર લાગી ગયા છે. જ્યારે બીજી તરફ, ઉમેદવારોને ટિકીટ ફાળવણી અંગે ભાજપમાં ઉઠેલા વિરોધ અંગે કોઈને પણ વિરોધ નથી. આગામી વિધાનસભામાં 150 બેઠકનો લક્ષ્યાંકને પૂરો કરવા માટે ભાજપના તમામ કાર્યકરોને કમર કસવા માટે આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...