બલૈયા ક્રોસિંગથી ફતેપુરાના માર્ગની હાલત બિસ્માર, વાહન ચાલકો ત્રાહિમામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માર્ગ પર ઠેરઠેર ખાડા ખાબોચિયાંથી વાહન ચાલકો ત્રાહિમામ: અવારનવાર વાહનો સ્લીપ થવાના બનતા બનાવો
- વહેલી તકે રસ્તો બનાવાય તેવી લોકોની થયેલી માગ
સુખસર: ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસીંગથી ફતેપુરા જતો માર્ગ બિસમાર હાલતમાં થઇ ગયો છે. અને તેના લીધે ખાડા ખાબોચીયાઓમાં પાણી ભરાઇ રહેતાં અનેક વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો બનતાં નાની મોટી ઇજાઓ થઇ રહી છે.આ રસ્તાનુ સમારકામ જરૂરી છે. જાણવા મળેલ વિગતો અનુસાર બલૈયા ક્રોસીંગથી ફતેપુરા જતાં 14 કિ.મી.ના માર્ગની હાલત બિસ્માર થતાં વહિવટી તંત્રોનું ધ્યાન દોરતાં મહિનાઓ પહેલા સાડા ચાર કરોડના ખર્ચે નવીનીકરણ કરવા માટે મંજુરી પણ આપી દેવામાં આવેલ છે. પરંતુ શિયાળુ, ઉનાળો પસાર થઇ જવા છતાં આ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
જ્યારે હાલમાં આ રસ્તો બિસમાર થતાં અને મોટા મોટા ખાડાઓમાં વરસાદ પાણી ભરાઇ રહેતાં કેટલાક વાહનો સ્લીપ થાય છે. તેમજ અનેક વાહનો જે નિયમિત ફરે છે. તેમની રિપેરીંગ કામગીરી કરાવવામાં મોટો ખર્ચ કરવો પડે છે. અને આ રસ્તાની નવીનીકરણ કામગીરી માટે જવાબદારોને પુછતાં વરસાદ ખેચાશે તો અમો આ રસ્તાની કામગીરી ચાલુ કરી દઇશુ જવાબો આપવામાં આવેલ પરંતુ ગત એક માસ વરસાદ ખેચાતાં આ રસ્તાની કામગીરી પ્રત્યે ધ્યાન આપવામાં આવેલ નથી. અને હાલમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે આ રસ્તા પ્રત્યે વહિવટી તંત્ર સત્વરે ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે માર્ગ પર મરામત કામગીરી કરવામાં આવે તેવી ફતેપુરા તાલુકાની જનતાની માંગ ઉઠવા પામેલ છે.
અન્ય સમાચારો પણ છે...