તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ સબ જેલમાંથી ગાર્ડને ચકમો આપી કેદી ફરાર, પોલીસ બેડામાં દોડધામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલ: હાલોલ સબજેલમાંથી નાસી છુટેલો વાહન ચોર કેદીને પંચમહાલ અને વડોદરા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મોડી રાત્રે વડોદરા વારસીયા વિસ્તારમાંથી ઝડપી પાડી હાલોલ લવાયો હતો.ફરાર કેદી જેલમાંથી ભાગી તે જ રાત્રે હાલોલના રામપુર વિસ્તારના ઘરમાં પ્રવેશી સુઇ રહેલી મહિલાના પગમાં પહેરેલા છડા અને મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે ચોરી અંગે પણ અલાયદો ગુનો દાખલ કર્યો હતો.
 
દરવાજો ખોલી હાથ ધોવાના બહાને બહાર નિકળ્યો હતો
 
હાલોલ સબજેલમાં રીઢો વાહન ચોર સહેજાદ ઉર્ફે જાકીર કાસમ શેખ છેલ્લાએક માસથી કાચાકામનો કેદી તરીકે સજા ભોગવતો હતો. જાકીર દ્વારા જેલગાર્ડનું ટીફીન આપી ગયા બાદ  જેલગાર્ડે માનવતાના નાતે જમવા માટે પુછયુ હતુ કે જે બાબતે હા પાડતા જેલગાર્ડે જેલની કોટડીનો દરવાજો ખોલી હાથ ધોવાના બહાને બહાર નિકળ્યો હતો. અને હાથ ધોઇને જેલગાર્ડને ચકમો આપી ભાગી છુટયો હતો.
 
પોલીસે તેને પુન: જેલના સળીયા પાછળ ધકેલી દીધો
 
બનાવના પગલે પંચમહાલ અને વડોદરાની પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જુદીજુદી ટીમો બનાવી બાતમીના આધારે વડોદરાના વારસીયા વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો.પોલીસ દ્વારા તેને હાલોલ પોલીસ મથકે સોંપતા પોલીસે તેને પુન: જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
 
ફરાર કેદીએ રાત્રીના સમયે કરેલી ચોરી
 
જાકીર જેલમાંથી નાસીને હાલોલના રામપુર વિસ્તારમાં રહેતા ઉસ્માનભાઇ કુરેશીના ઘરમાં પ્રવેશી તેમની પત્નીએ પહેરેલા ચાંદીના છડા તેમજ મોબાઇલ મળી કુલ 14000ના મુદ્દ્માલની ચોરી કરી ઝાકીર વડોદરા ભાગી ગયો હતો.
 
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો