તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા: જેલમાં પરીચય થયો, મધ્યપ્રદેશથી કટ્ટા મંગાવ્યા, ધાડ પાડવા જતા પકડાઇ ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા: કાલોલના ભુખીના લિસ્ટેડ બુટલેગર પાસા હેઠળ જેલમાં સજા ભોગવતા હતા ત્યારે એન્થોની સાથે સંપર્ક થતા તેઓએ મધ્યપ્રદેશથી કટ્ટા મંગાવ્યા હતા. જોકે તેઓની પાસે રૂપિયા ન હોવાથી એમપીના બે સખ્સો તથા અન્ય ઘાડ પાડવા જતા પહેલા જ તેઓનો ભાંડો ફુટી ગયો હતો. આમ ગુનાહિત ભુતકાળ ધરાવનાર અનિલ ઉર્ફે અન્થોની ભાગી જવામાં સફળ રહ્યો હતો. જોકે તેની પાસે હથિયાર હોવાનું પણ પોલીસનુ અનુમાન છે. તદઉપરાંત એન્થોની હાલ પેરોલ જમ્પમાં નાસતો ફરે છે. પંચમહાલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પીસ્તોલ તથા જીવતા કારતુસો સાથે પરપ્રાંતિય ગેંગના બે સાગરીતો ઝડપી પાડવામાં આવતા મોટી સફળતા મળી છે. ગુનાહિત ભુતકાળ ધરાવનાર મુકેશ હરજાણી ગેંગનો સાર્પશુટર અનિલ ઉર્ફે એન્થોની પણ આ ટોળકીમાં હતો.
જોકે પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. તેમજ નાસી જનારમાં વિરેન્દ્ર ઉર્ફે ભુરીયો તથા મહેન્દ્ર ઉર્ફે ચકો (રહે. ભુખી, કાલોલ) લીસ્ટેડ બુટલેગર્સ છે તેઓ દોઢ વર્ષ અગાઉ પંચમહાલ એલસીબી પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી હતી. અને જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાં તેઓની મુલાકાત અન્થોની સાથે થઇ હતી. તેઓને મધ્યપ્રદેશના કિશોર રાઠોડ તથા કરણ ચૌહાણનો કોન્ટેક આપવામાં આવ્યો હતો. જેઓ જેલમાંથી છુટીને હાથ બનાવટની પિસ્તોલ મંગાવી હતી. જેના આધારે તેઓએ પિસ્તોલ તથા કારતુસ મંગાવ્યા હતા. બીજી તરફ અનિલ ઉર્ફે એન્થોની પણ પેરોલ જંપ કરી ભાગી ગયો હતો. ત્યારબાદ આ તમામ લોકો એક બીજાને મળ્યા હોવાનું તપાસ કરતી એલસીબી પોલીસે જણાવ્યુ હતું. બીજી તરફ તેઓની પાસે રૂપિયા ન હોવાથી મોટી ઘાડ લૂંટના બનાવને અંજામ આપવા માગે કાર લઇને નિકળ્યા હતા. પરંતુ પંચમહાલ પોલીસ દ્વારા નાકાબંધી કરી મધ્યપ્રદેશ ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા. હાલ તેઓની સધન પુછપરછ ચાલી રહી છે.
એન્થોની ગુનાહિત ભુતકાળ ધરાવે છે
અનિલ ઉર્ફે એન્થોની અગાઉ અલ્પેશ ચાકાના મર્ડર કેસમાં ઝડપાયો હતો. તદ ઉપરાંત અંદાજે બે થી ત્રણ વર્ષ અગાઉ ગોધરાના પાવર હાઉસ ખાતેથી પણ મારક હથિયાર સાથે પોલીસે દબોચી લીધો હતો. હાલ તે જામનગરની જેલમાં સજા ભોગવતો હતો. ત્યારે પેરોલ ઉપર આવ્યા બાદ હાજર નહીં થતા નાસતો ફરતો હતો. વધુમાં શાર્પ શુટર એન્થોની ગુનાહિત ભુતકાળ ધરાવે છે.
કાલોલના ભુખી ગામના લિસ્ટેડ બુટલેગર પણ નાસી જવામાં સફળ

પોલીસે હથિયાર સાથે ઝડપેલા બે પરપ્રાંતિય ઇસમોની પુછપરછમાં કાલોલના ભુખી ગામના લીસ્ટેડ બુટલેગર વિરેન્દ્ર ઉર્ફે ભુરીયો તથા મહેન્દ્ર ઉર્ફે ચકો પણ તેઓની સાથે હતા. જોકે તેઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. બુટલેગર દ્વારા જ પિસ્તોલની ડીલીવરી લેવા ગયા હોવાનું બહાર આવ્યુ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો