તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા: PM મોદીની મુલાકાતની તૈયારી, આગમન માટે નવા 3 હેલીપેડ બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીમખેડા: લીમખેડામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17મી સપ્ટે.ના રોજ હવાઇ માર્ગે આવવાના હોવાથી લીમખેડાના ચોપાટ પાલ્લી હેલીપેડ ઉપર અન્ય ત્રણ નવા હેલીપેડ બનાવવામાં આવી રહ્યા છે.

દાહોદ જીલ્લાની સિંચાઇ તથા પીવા-વાપરવાના પાણીની કાયમી સમસ્યા દૂર કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલ કરી છે. અંદાજીત 2 હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર યોજનાઓ આગામી 17મી સપ્ટે.ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીમખેડા મુકામેથી જાહેર કરનાર છે. તેમજ જંગી જનસભા પણ સંબોધશે. આ માટે લીમખેડાના ચોપાટ પાલ્લી હેલીપેડ સ્થળે એક જ હેલીપેડ હોવાથી નરેન્દ્ર મોદી તથા તેમના કાફલા માટે અન્ય ત્રણ હેલીપેડ પણ યુધ્ધના ધોરણે બનાવાઇ રહ્યા છે. સાથે સાથે લીમખેડા નગરના રાજમાર્ગોનું પણ રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો