તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા: નગર નિયોજનના સર્વેયરનું વૈભવી જીવન; આલીશાન બંગલો, પાર્ટી પ્લોટ ધરાવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોધરા: ગોધરા શહેરમાં નગર નિયોજનની કચેરીમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા હરીશ વણઝારા ગત 2002ના વર્ષથી નોકરી કરતા હતા. તેઓએ 14 વર્ષની અંદર જ 6.70 કરોડની અપ્રમાણસર મિલકત ભેગી કરી હોવાની વિગતો સાંપળી છે. જેમાં આલીશાન બંગલો, પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ, વાહન સહિત અનેક સ્થળે જમીનો પોતાના તથા પરિવારના સભ્યોને નામે હોવાનુ જણાઇ રહ્યુ છે. હાલ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતો અંગેની તલસ્પર્શી તપાસ લંબાવી રહી છે.

14 વર્ષની અંદર જ 6.70 કરોડની અપ્રમાણસર મિલકત

ગોધરા શહેરમાં નગરનિયોજનની કચેરીમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા અને હાલમાં સુરત ખાતે આવેલી નગર નિયોજનની કચેરીમાં પ્લાંનિગ વર્ગ- 3ના હરીશકુમાર ગોવિંદભાઇ વણઝારા ગત 2002ના વર્ષમાં નોકરીએ જોડાયા હતા. તેઓ દ્વારા પોતાના ફરજ કાળ દરમિયાન કેટલીક બેનામી સંપતિ ભેગી કરી હતી. બીજી તરફ ગોધરા શહેરના પાર્વતિનગર સ્થિત આલીશાન બંગલો, ડોડપા ફળીયામાં વણઝારા પાર્ટી પ્લોટ, કાકણપુરમાં ગ્રીન હાઉસ, અમી આર્કીડમાં - 3 દુકાન, મોંધીદાટ કાર – 4, ટુવ્હીલર – 5 વસાવી છે. આમ ટુકા ગાળાના સમયમાં જ તેને અનેક મિલકતો વસાવી હતી. તેમજ તેઓ દ્વારા પરિવારજનોના નામે મકાન, જમીનો પણ વસાવેલી છે. તે વૈભવી જીવન શૈલીમાં જીવે છે. વણઝારા પાર્ટી પ્લોટમાંથી એસી પણ મળી આવ્ય હતા.

અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવ્યુ

હાલ એસીબીની તપાસ આવતા ગત તા. 1 એપ્રિલ 2007 થી 30 જૂન 2016 સુધીની આવક અને જાવકના આધારે રૂપિયા 4,12,06,537 અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવ્યુ છે. જેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા વધુ 2.70 કરોડ રૂપિયા બેનામિ સંપતિ મળી આવી હતી. ખાસ કરીને આ સંપતિમાં તેઓ દ્વારા 824.56 ટકા જેટલી અપ્રમાણસર મિલકતો વસાવેલી હોવાનુ જણાઇ આવ્યુ છે. એસીબી દ્વારા હરીશ વણઝારાના નિવાસ સ્થાન, પાર્ટી પ્લોટ સહિતના સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

આગળ વાંચો પંચમહાલના સર્વેયર હરીશ વણઝારા પાસેથી કેટલી સંપત્તિ મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો