ચાલક દ્વારા માંગણી કરવામાં આવી હતી. ત્યારે આ યુવાનો દ્વારા ગાડી ચાલકે માંગ કરેલ માંગણી પ્રમાણે રૂપિયા ચુકવીને હેમખેમ જમ્મુ પહોંચ્યા ત્યારે તેઓએ હાંશકારો અનુભવ્યો હતો.
આ યુવાનો અમરનાથ યાત્રા પર ગય હોવાની તેઓના પરિવાર અને મિત્રોને જાણ હતી પરંતુ ત્યાં આતંકવાદીને ઠાર કર્યા બાદ ફાટી નિકળેલા તાફાનોમાં ફસાઇ ગયા છે. ત્યારે સમર નગરમાં યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓ માટે ચિંતાતુર બન્યુ હતુ. ત્યારે મહીસાગર જીલ્લા કલેકટર પણ યુવાનોને સુરક્ષિત પરત ફતે તે માટે તેઓ આ યુવાનોના પરિવારજનો પાસેથી મોબાઇલ નંબર મેળવી સતત જીલ્લા કલેકટર કે.બી.ઉપાધ્યાય તેઓને સતત સંપર્કમાં રહીને સલાહ આપવા રહયા હતા. અને લુણાવાડાથી બાબા બફીર્લાની યાત્રા પર ગયેલ ગયેલ શ્રદ્ધાળુઓને ત્યાંથી બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી અને સતત સંપર્કમાં રહેલ છે યાત્રા પરથી પરત ફરેલ યુવાનોએ જણાવ્યુ હતુ કે અમને સુરક્ષીત અમને અમે રોકાણ કર્યુ હતુ તે હોટલ સુધી પહોંચાડયા હતા. હાલમાં બાબા બફીર્લાની યાત્રા પર ગયેલ શ્રદ્ધાળુઓનો સંઘ હેમખેમ પરત ફરતા તેઓના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.
ઇન્ડીયન આર્મીને દિલથી સલામ
અમે સાત મિત્રોનો સંઘ અમરનાથ યાત્રા પર ગયા હતા. ત્યાંથી અમે તા.9 જુલાઇના રોજ સવારે પહેલગાંવથી બાબાના દર્શનાર્થે જવા નિકળ્યા હતા. દર્શન કરી પરત ફર્યા હતા. ત્યારે તોફોનો શરુ થઇ ગયા હતા. લોકો રસ્તાઓ પર આવી ગયા હતા. અને પથ્થર મારો કરવાનું શરુ કરી દીધુ હતુ. અમે હેમખેમ ત્યાંથી બારતાલ પહોંચી ગયા હતા. ત્યાંથી અમે ગાડી ભાડે કરીને ઇન્ડીયન આર્મીની મદદથી સુરક્ષીત જમ્મુ પહોંચી ગયા હતા. ખરેખર ઇન્ડીયર આર્મીને દિલની સલામ કરીએ છીએ. - વિપુલ પટેલ, અમરનાથથી પરત આવેલ યાત્રાળુ
જીલ્લા કલેકટરના સંપર્કમાં રહયા હતા
અમે તોફાનોમા઼ ફસાઇ ગયાહતા. તેની વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઇ હતી. જે મહીસાગર જીલ્લા કલેકટર કે.બી.ઉપાધ્યાયને માલુમ થતા તેઓએ અમારા મોબાઇલ નંબર મેળવીને સતત સંપર્કમાં રહયા હતા. અને અમને આર્મીના જવાનોના સંપર્ક કરી સાવચેતીપૂર્વક નીકળવાનો માર્ગ બતાવ્યો હતો. - અશોક લખારા, અમરનાથથી પરત આવેલ યાત્રાળુ