ગોધરા: માતા-પુત્રને અડફેટે લેનાર ટ્રકને લોકોએ સળગાવી દીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ જતાં ઉશ્કેરાઇલા ટોળાં એ ટ્રકમાં આગ લગાવી દીઘી હતી)
 
ગોધરા: ગોધરા તાલુકાના કાકણપુર ગામે ઝાડેશ્વર ચોકડી પાસેના રોડ ઉપર ટ્રક ચાલકે બેદરકારીથી હકારીને માતા-પુત્રને અડફેટે લેતાં ટ્રકનું ટાયર ચઢી જતાં બન્નેને ગંભીર ઇજાઓ પહોચી હતી.જેમાં તરુણનું સારવાર દરમ્યાન મોત થયું હતું જયારે મહિલાને સારવાનર અર્થે વડોદરા ખસેડાઇ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ જતાં ઉશકેરાયેલા ટોળાં એ ટ્રકને સળગાવી દીઘી હતી.
 
ટ્રકનું ટાયર ચઢાવી દેતાં ગંભીર ઇજાગ્રસ્ત અજયનું સારવાર દરમ્યાન મોત નિપજયું
 
ગોધરા તાલુકાના કાકણપુર ગામે આવેલ ઝાડેશ્વર ચોકડી પાસે રવિવારની મોડી સાંજે ટ્રક નબંર જીજે.9વાય 9501ના ચાલકે પોતાની ટ્રક બેદરકારીથી હકારીને સાયકલ લઇ પોતાની માતા સાથે જતાં અજય સુરેશ ભોઇ ઉ.14 તથા તેની માતા લીલાબેન ઉ.40 ને અડફેટે લઇ ટ્રકનું ટાયર ચઢાવી દેતાં ગંભીર ઇજાગ્રસ્ત અજયનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.જયારે ગંભીર ઇજાગ્રસ્ત લીલાબેને ગોધરા સારવાર અપાયા બાદ વઘુ સારવાર માટે વડોદરા રીફર કરયા હતા. 
 
 ટોળાં એ ટ્રકમાં આગ લગાવી દીઘી
 
અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ જતાં ઉશ્કેરાઇલા ટોળાં એ ટ્રકમાં આગ લગાવી દીઘી હતી. બનાવ અંગે ગોધરા તાલુકા મથકે હર્ષદભાઇ સુરેશભાઇ ભોઇ દ્રારા ટ્રક ચાલક વિરુધ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુધ ગુનો દાખલ કરી ચાલકને પકડી પાડવાના ચક્રો ગતીમાન કર્યા હતા.જો કે મોડી સાજના સમયે બનેલી ઘટના કારણે ગામમાં તગદીલીનો માહોલ સર્જયો હતો. જોકે ઘટના બાદ પણ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો અને આક્રોશ વ્યકત કર્યો હતો. 
અન્ય સમાચારો પણ છે...