ગોધરામાં ઠેરઠેર કાદવ કીચડના કારણે વિવિધ સોસાયટીના રહીશો ત્રાહિમામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- છેલ્લા 3 દિવસથી ચાલતા વરસાદથી ઠેરઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય
- ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે સર્જાયેલી સ્થિતિ
ગોધરા: ગોધરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસ અવિરત ચાલી રહેલા વરસાદને કારણે ગોધરા શહેરની મોટાભાગની સોસાયટીમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. જેના કારણે વિસ્તારની સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નોંધનીય છે કે, શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર યોજનાને કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેથી પસાર થવામાં ભારે મુશ્કેલી નડી રહી છે. પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં છેલ્લા પોણા બે વર્ષથી ચલાતા ભુગર્ભ ગટર યોજનાને કારણે સમગ્ર શહેરમાં ખાડા ખોદી નાંખવામાં આવ્યા છે. તો કેટલા સ્થળે ભુગર્ભ ગટરની પાઇપ લાઇનો નંખાઇ જાય છે ત્યાં પડેલા ખાડાઓને માટીથી પુરણ કરી દેવામાં આવે છે. તો માત્ર ગણ્યા ગાઠ્યા સ્થળ ઉપર જ પુન: રસ્તો બનાવ્યો છે.
હાલમાં ખાડા ટેકરાવાળા રસ્તો હોવાના કારણે શહેરી જનો ત્રાહિમામ પોકારી ઉઠેલ છે. ત્યારે ત્રણ દિવસથી પડેલા વરસાદથી જવાબદાર તંત્રની પોલ ખુલ્લી કરી દીધી છે. ખાસ કરીને કેટલીક સોસાયટીમાં ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ કામ પૂર્ણ થયા પછી અવર જવર કરવાના રસ્તા ઉપર ચીકણી માટી નાંખતા રહીશો અને વાહનોની અવર જવર માટે તકલીફ ભોગવી રહ્યા છે. કાદવ કીચડથી સોસાયટીના રહીશોને અવર જવર કરવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળે તેવી ભિતી સેવાઇ રહી છે. જેથી આ વિસ્તારના રહીશોને પોતાના બાળકોની ચીંતા સતાવી રહી છે. જવાબદાર તંત્ર દ્વરા વહેલી તકે સાફ સફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હાલોલમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા
હાલોલ નગર સહિત પંથકમાં જિલ્લા ત્રણ દિવસથી વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ઝરમર ઝરમર વરસતા વરસાદ બે દિવસમાં પાંચ ઇંચ થતા નગરના પાશ્વર્શ્વનાથ સોસાયટી, વૈકુંઠ સોસાયટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઇ આ વિસ્તારના લોકોએ વહીવટી તંત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો. દર વર્ષ વરસાદી સિઝનમાં પાણી ભરાઇ જતા હોવા છતાં પાલીકા દ્વારા તેનો કોઇ જ નિકાલ નહી કરાતો હોવાથી આ વિસ્તારના રહીશો ભોગ બનતા હોય છે.
અન્ય સમાચારો પણ છે...