પાવાગઢ પુનમ ભરવા ગયેલાં યુવકની પત્નીની સામે જ રહસ્યમય હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ: પાવાગઢ બસ સ્ટેન્ડ પાછળ આવેલા જંગલ વિસ્તારમાં પતિ પત્નીના પવિત્ર સબંધીને વેરવિખેર કરી નાખતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં  સાવલી તાલુકાના વકીલપુરા ગામની મહીલા એજ પોતાના પ્રેમી અને તેના મિત્રા સાથે મળી પતિની હત્યા કરી પોલીસ સમક્ષ નાટક રચી સમગ્ર હત્યાના બનાવને અવળા પાટે ચઢાવવા માગતી હત્યારી પત્ની સહિત ત્રણેવની હત્યાના ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાતા કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા છે.
 
ગોપાલ અને વિશાલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી 
 
સાવલી તાલુકાના વકીલપુરા ગામનો મહેશ ઉર્ફે મયજી જીવન પરમાર ગત તા.10 ફેબ્રુઆરીના રોજ બાઇક ઉપર પાવાગઢ ખાતે પુનમ ભરવા આવ્યાહતા. જયાંથી પરત ફરતી વખતે પગદંડી  રસ્તા પર અટક દરવાજા પાસે પત્ની જોશનાને મલાવ ગામના ગોપાલ રતીલાલશેઠ અને તેનો મિત્ર વિશાલ શંકરભાઇ પરમારે જબરજસ્તી કરી તુ અમારી સાથે ચાલ કહી મહેશ સાથે ઝડઘો કરી તેના ઉપર હુમલો કરી તેની હત્યા કરી હોવાની કેફીયત જોશનાએ પોલીસ સમક્ષ કહેતા પોલીસે પ્રથમ ગોપાલ અને વિશાલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હાલોલ ડીવાયએસપી બાજપાઇ અને પોઇસ રાઠોડની ટીમે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. 
 
પુનમ ભરવાના બહાને લાવી પતાવી દિધો
 
તપાસ દરમ્યાન પત્ની જોશનાએ જ પ્રેમી ગોપાલ સાથે કાવતરુ રચી પ્લાન મુજબ મહેશને પાવાગઢ પુનમ ભરવાના બહાને લાવી દર્શન કરી ચાલતા નીચે ઉતરતી વખતે અટક દરવાજા પાસે જોશના એજ મહેશને ધકકો મારી નીચે પાડી દેતા જ ગોપાલ અને મહેશ મોઢા ઉપર વજનદાર પથ્થરોથી ઉપરા છાપરી મારીદેતા મહેશ  થોડીજવારમાં  તરફયીયા મારીમોતને ભેટયો હતો. ત્યાર બાદ ગોપાલ અને વિશાલે મહેશની લાશને જંગલમાં દુર લઇ જઇ તેના પર ઝાડના પાન નાંખી છાંકી દઇ ત્યાંથી જોશના, ગોપાલ અને વિશાલ તળેટીમાં આવેલ પાર્કીંગમાં આવી મહેશની બાઇક લીધી હતી. જયારે મહેશ પર હુમલો થતો હતો ત્યારે મલાવનો ત્રીજો મિત્ર મહેશ ગભરાઇને નીચે આવી ગયો હતો.
 
આંખ મળી જતા પ્રેમના અંકુર ફુટયા હતા
 
વિશાલ અને ગોપાલને બાઇક ચલાવતા ન આવડતી હોવાથી મહેશને પાવાગઢ કામ છે તેમ કહી સાથે લાવ્યા હતા. પાર્કીંગમાંથી બાઇક લઇ  જોશના સહિત ચારેવ જણા બાઇક ઉપર બેસી હાલોલ આવ્યાહતા. જયાં બસ સ્ટેનડમાં બાઇક પાસે જોશનાને ઉભી રાખી ત્રણેવ ઘરે જતા રહયા હતા. જોશના ચારેક મહીલા પહેલા દરજીને ત્યાં બલાઉઝ શિવડાવવા ગઇ હતી. ત્યાં ગોપાલ સાથે આંખ મળી જતા પ્રેમના અંકુર ફુટયા હતા. અને ગોપાલે મોબાઇલ નંબર આપતા કોઇના મોબાઇલથી વાત કરી લેતી હતી. અને થોડા વખત બાદ ગોપાલેજોશનાને નવો મોબાઇલ અને સીમકાર્ડ આપ્યુ હતુ.  જોશના વારંવાર ગોપાલને કહેતી કે મહેશ મને ગમનો નથી હવે તું એનો કઇ રસ્તો કરી નાખનું કહેતી મહેશને પાવાગઢ લાગી તની હતયાનો પ્લાન બનાવ્યો હતો.કાવતરુ રચી હત્યા કરવાના ગુનામાં પોલીસે જોશના, ગોપાલ, મહેશની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી  રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા.
 
આગળની સ્લાઇડમાં વાંચો,આંખ મળી જતા પ્રેમના અંકુર ફુટયા હતા...
અન્ય સમાચારો પણ છે...