પંચ.જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: ગોધરામાં 4 ઇંચ, નદી-નાળા છલકાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ઘોઘંબામાં સૌથી ઓછો 2 ઇંચ વરસાદ નોંધાયો : એકધારા વરસાદના કારણે જિલ્લામાં નદી-નાળા છલકાયાં

ગોધરા:પંચમહાલ જીલ્લામાં બે ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાતા ગત સોમવારની સાંજના 6 થી મંગળવારની સાંજના 6 કલાક સુધીના 24 કલાકમાં ઝરમરઝરમર તો હળવો થયો છે.જેમાં સૌથી વધુ ગોધરા તથા શહ઼઼ેરામાં માં 4 ઇંચ થવાની સાથે ઘોઘંબામાં સૌથી ઓછો 2 ઇંચ થયો છે. ખેતરો પાણીથી ભરાતાં ખેડુતો ખુશ ખુશાલ બની વાવેતર તરફ વળ્યા છે.
હજૂ તો અઠવાડિયા પૂર્વે મેઘરાજાએ રિસામણા લેતાં પંચમહાલ જીલ્લાના ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કરનાર ખેડૂતોનુ મોંઘાભાવનુ બિરાયણ નિષ્ફળ જવાની ભિતિ વ્યાપી હતી ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી અગાઉ આકાશમાં વાદળો ઘેરાઇ વરસાદી માહોલ સર્જાયો હતો.ગત સોમવારની સવારથી મેધરાજાએ પધરામણી શરૂ કરી છે.સતત વરસ્યા બાદ બીજા દિન મંગળવારે પણ જિલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ,ઘોઘંબા, જાંબુઘોડા સહિતના વિસ્તારોમાં ક્યારેક ઝરમર તો જોત જોતામાં હળવો વરસાદ પડયો હતો.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગોધરા તથા શહ઼઼ેરામાં માં 4 ઇંચ થવાની સાથે ઘોઘંબામાં સૌથી ઓછો 2 ઇંચ થયો છે. જેથી ગોધરામાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રજાને અવરજવરમા અસર પહોચી હતી. મોડેમોડે જૂલાઇ માસના અંત સુધીમાં આવેલા વરસાદે ખેડૂતોએ કરેલા વાવેતરને જીવતદાન આપ્યુ હતુ. ત્યારે પાનમ તથા કડાણા ડેમમાં પાણીની આવક નોંધાઇ રહી છે. આમ મેઘાની સવારીથી જિલ્લામાં અંદાજીત 2 લાખ હે. વાવેતર થવાની આશા છે.
સાંજના 4 કલાકે વિવિધ જળાશયની મિ.માં સ્થિતિ
ડેમ ભયજનક જળસપાટી મી. ટકા આવક જાવક
પાનમ 127.41 124.45 68.38 8736 000
દેવ 89.65 85.90 42.63 000 000
હડફ 166.20 163.10 40.70 2805 000
કડાણા 127.71 124.92 77.99 142552 188384
ભાદર 123.72 119.65 47.03 588 000
કરાડ 140.08 130.10 20.24 200 000
24 કલાકનો વરસાદ
તાલુકા મિ.મિ.
ગોધરા 99
કાલોલ 72
હાલોલ 58
જાબુંઘોડા 74
તાલુકા મિ.મિ.
ઘોઘંબા 41
શહેરા 94
મોરવા(હ) 65
લીમડી પોલીસ સ્ટેશનમાં ઝાડ પડ્યુ
લીમડી પોલીસ સ્ટેશનમાં બપોરે એકાએક ઝાડ ધરાશય થતાં કબજે લેવાયેલા 15 જેટલા વાહનો તથા કોટની દીવાલને નુકસાન પહોચ્યુ હતું.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, દાહોદ જિલ્લામાં દિવસભર ઝરમર વરસાદથી ઠંડક પ્રસરી....
અન્ય સમાચારો પણ છે...