તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ. જીલ્લામાં ગેસ પાઈપ લાઈન જોડાણ, 7 તાલુકાના 60 ગામના લોકોને સુવિધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
ગોધરા: રેગ્યુલેટરી બોર્ડની મંજૂરીથી પંચ. જીલ્લામાં વનબંધુઓના ઘેર ઘેર પાઈપલાઈન દ્વારા ઘરવપરાશના ગેસના જોડાણો આપશે. જોકે 7 તાલુકાના 60 ગામની 16.42 લાખની વસ્તીને મળશે લાભ મળીને 3.04 લાખ ઘરોમાં પાઈપલાઈન ગેસ જોડાણ ઉપલબ્ધ થશે આ માટે સીએનજી સ્ટેશનો સ્થપાશે તેવી ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારના નિર્ણયથી પંચમહાલ જિલ્લાને ફાયદો

પંચમહાલ પંથકના વિકાસમાં પ્રદુષણ મુક્ત ઘરવપરાશનો ગેસ અને વાહન વ્યવહાર માટે સીએનજી સ્ટેશનો દ્વારા ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.ગેસને પાઇપ લાઇન દ્વારા ખુણે ખુણે પહોંચાડવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની “સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત ગુજરાત” ની પરિકલ્પનાને સાકાર કરવામાં રાજ્યભરમાં પીએનજી અને સીએનજીનો વધતો વપરાશ નોંધપાત્ર યોગદાન આપે છે. ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જાહેરાત કરી હતી કે, પાઇપલાઇન દ્વારા ઘરવપરાશના ગેસના જોડાણ આપવાની મંજુરી આપી છે જેનાથી આદિજાતિ પ્રજાને પીએનજી અને સીએનજી ગેસની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ છે.

સાત તાલુકાના 60 ગામના લોકોને સુવિધા આપવામાં આવશે

જિલ્લાના સાત તાલુકાના પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા 60 ગામના 3304 ચો. કિલોમીટર વિસ્તારને આવરી લેવાશે. જેનાથી અંદાજે 16.42 લાખ વસ્તીને લાભ થશે. આ મંજુરીને કારણે અંદાજીત 3.04 લાખ ઘરોમાં પાઇપલાઇન દ્વારા ઘરવપરાશના ગેસ જોડાણ અપાશે. પાઇપલાઇન ગેસનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થાય છે. જેનાથી ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળતા સ્થાનિક યુવાનોને રોજગારીનો ઉત્તમ વિકલ્પ મળશે અને જીલ્લાનો આર્થિક વિકાસ થશે.

પાઇપલાઇનથી શુ ફાયદો

પીએનજી ગેસ એ તદ્દન પ્રદુષણ મુક્ત અને સ્વચ્છ હોય છે જેથી પ્રદુષણ ફેલાતુ નથી. સતત, સરળ અને સુરક્ષિત ઇંધણ છે. અન્ય ઇંધણની જેમ સંગ્રહ કરવાની જરૂર પડતી નથી કે બોટલ બદલવાની / જરૂર પડતી નથી. પુરવઠો 24 કલાક, 365 દિવસ સતત મળતો રહે છે. રસોઈ માટે ઉત્તમ તેમજ સુગમ ઇંધણ છે. સીએનજી સ્ટેશનની સ્થાપના થતા અમદાવાદ-ગોધરા-ઇંન્દોર (મધ્ય પ્રદેશ) જેવા મુખ્ય આંતર રાજ્ય માર્ગ પર પ્રદુષણ ઘટાડતા સીએનજીની ઉપલબ્ધતા વધશે અને પ્રજાને લાભ મળશે.

તાલુકા ગામોની સંખ્યા

ગોધરા 11, શહેરા 13, મોરવા ( હ) 15, કાલોલ 9, ઘોઘંબા 6, હાલોલ 5, જાંબુઘોડા 01નો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો