તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ-દાહોદ જિલ્લામાં રોગચાળાનો ભરડો, ડેન્ગ્યુના 5 કેસ: તંત્ર નિંદ્રાધિન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા: રાજગઢ તાલુકાના મેલેરીયા સાથે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો મળી આવતા છેલ્લા બે દિવસમાં ઘોઘંબામાં ઘોઘંબા રેફરલના તબીબે ગત રોજ ચાર અને આજે એક મળી કુલ 5 કેસો વડોદરા ખાતે રીફર કર્યાનું તબીબે જણાવ્યુ હતુ. જીલ્લા પંચાયત અને સ્થાનિક પંચાયતો દવારા જો દવાનો છંટકાવ કરવામાં નહી આવે તો હજુ આ રોગ વધુ માથુ ઉંચકાવાની શક્યતા સેવાઇ રહી છે.

સરકારી દવાખાનાઓમાં પુરતી મેડીસીનનો અભાવ

ધોધંબા મા સરકારી તેમજ ખાનગી દવાખાના ઓ ડેગ્યુ તેમજ મંકીમેન(ચીકનગુનીયા) જેવા રોગો થી છલકાવા લાગ્યા છે. ત્યારે મચ્છર થી ઉદભવતા આવા રોગો સામે નાઈલાજ સરકારી તંત્ર બોટલોનો મારો ચલાવી બહારથી દવાઓ લખી આપવા સીવાય કશુ કરી રહી નથી. તો સરકારી મેડીસીનનો સ્ટોક ઉપલબ્ધ કરી દર્દી ને બહાર ના ખોટા ખર્ચાથી બચાવી જયા ત્યા થતી ગંદકીમાં પાવડર દવા છાટી આ રોગોને થતા અટકાવવાના પગલા લે તે ખુબજ જરુરી બની ગયુ છે. સરકારી દવાખાનાઓમાં પુરતી મેડીસીનના અભાવે પ્રાઇવેટ દવાખાનામા દર્દીઓની સંખ્યામા ઉતરોતર વઘારો થતો જાય છે.

કાદવ કિચ્ચડ ગંદકીને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ

અસંખ્ય ગંદકી સામે પંચાયત પણ હાથ ખંખેરીને બેઠી છે. શુ સત્તાધીસો રોગો સામે દર્દીઓના મરણના આકડાઓની રાહ જોઇને બેઠી છૈ. બીજી તરફ ઘોઘંબા પંથકમાં વરસાદ બાદ કાદવ કિચ્ચડ ગંદકીને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તથા ખાડાઓમાં ભરાયેલી વરસાદી પાણીને લઇને મચ્છરોની સંખ્યામાં વધારો થતા મેલેરીયા તથા ડેન્ગ્યુના દર્દીઓમાં વધારો થતો જાય છે. જીલ્લા પંચાયત અને સ્થાનિક પંચાયતો દ્વારા જો દવાનો છંટકાવ કરવામાં નહી આવે તો હજુ આ રોગ વધુ માથુ ઉંચકશે.
આગળની સ્લાઇડમાં વાંચો, મહિનામાં 20 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ....
અન્ય સમાચારો પણ છે...