તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ: અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસમાં બળવાનો ખેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ: પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ દ્વારા  યાદી જાહેર કરવામાં આવી ન હતી. બલ્કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને પર્સનલ ફોન કરીને ઉમેદવારીની તૈયારી કરવા માટે જણાવતા ભારે વિરોધ વંટોળ ઉભો થયો હતો. જોકે દિવસભરની ભારે ઉત્તેજના વચ્ચે મોડીરાતે યાદી જાહેર થતાં ઉત્સુકતાનો અંત આવ્યો પર઼તુ વિરોધ વંટોળ પણ સર્જાયો હતો.જેમાં ઝાલોદ બેઠક પર ભાજપમાંથી ટિકિટ ન મળતાં માજી સાંસદ બાબુ કટારા તેમના પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાઇને બળવો કર્યો હતો. 


- દરમિયાન કોંગ્રેસ દ્વારા તેમના પુત્ર ભાવેશને ટિકિટની ફાળવણી કરતાં વર્તમાન ધારાસભ્ય દ્વારા ઉમદવારી નોંધાવી છે. જોકે બાદમાં શુ ચિત્ર બહાર આવે છે તે જોવુ રહ્યુ. જોકે મોરવા હડફમાં પણ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામા઼ આવેલા ઉમેદવાર સામે વિરોધ વંટોળ સર્જાયો હતો.  જયારે લુણાવાડામાં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે વિરોધ વંટોળ છે. 


- તેજ રીતે લીમખેડામાં અંતિમ તબક્કામાંઉમેદવાર જાહેર કરવામા઼ આવતાં બાબુ ભાભોર દ્વારા પણ ઉમેદવારી કરીને બળવો કરવામા઼ આવ્યો હતો. જોકે પાર્ટીના આદેશ બાદ પણ કાર્યકરો દ્વારા બળવાને સમાવવા માટે ડેમેજ કંટ્રોલની કામગીરી કરવામાં આવી હતી. અને જેના પગલે આગામી 30મી બાદ સાચુ ચિત્ર બહાર આવશે. અને ચૂંટણીનો જંગ જામશે તેમ જણાય છે. 


ગોધરા બેઠક પર સૌથી વધુ 20 ઉમેદવારો નોંધાયાં


ગોધરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીજંગમાં પંચમહાલની 5 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અત્યાર સુધીમાં જિલ્લામાં 81 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે ગોધરા બેઠક માટે સોમવારે ઉમેદવારી નોધાવવાના છેલ્લા દિવસે કુલ 20 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે. નોંધનીય છે કે, ઉમેદવારી નોધવવાના પ્રથમ દિવસથી સોમવાર સુધીમાં કાલોલ બેઠક પર 8 ફોર્મ, શહેરા બેઠક પર 6 મોરવા (હ) 17 અને હાલોલ બેઠક પર 14 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે. જ્યારે અત્યાર સુધીમાં સોમવારે ગોધરા બેઠક પર સૌથી વધુ 20 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. અંતિમ દિવસ સુધી કોંગ્રેસ દ્વારા યાદીની જાહેરાત કરવામાં ન આવતાં આખરે લોકોમાં ભારે ઉતસુકતા હતી જોકે બાદમાં પણ ઉમેદવારો જાહેર થતાં ઉમેદવારોમા઼ ભારે વિરોધ થતા઼ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. 


ગોધરા વિધાનસભા
- પરમાર રાજેન્દ્રસિંહ બળવંદસિંહ (કોંગ્રેસ) 
- ચંદ્રસિંહ કનકસિંહ રાઉલજી(ભાજપ)


કાલોલ વિધાનસભા
- પરમાર પ્રદ્યુમનસિંહ વિજયસિંહ (કોંગ્રેસ) 
- ચૌહાણ સુમનબેન પ્રવિણસિંહ (ભાજપ)


શહેરા વિધાનસભા
- જેઠાભાઇ ઘેલાભાઇ ભરવાડ (ભાજપ) 
- દુષ્યંતસિંહ નટવરસિંહ ચૌહાણ (કોંગ્રેસ) 


મોરવા (હ) વિધાનસભા
- ડામોર અલ્પેશભાઇ ખાતુભાઇ (ભા.ટ્રા.પાર્ટી) 
- વિક્રમસિંહ ડીંડોર(ભાજપ)


હાલોલ વિધાનસભા
- બારીયા ઉદેસિંહભાઇ મોહનભાઇ (કોંગ્રેસ) 
- જયદ્રથસિંહ પરમાર(ભાજપ)


દાહોદ જિ.માં  છેલ્લા દિવસે 55 ફોર્મ ભરાયા


દાહોદ: દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોમાં દોડધામ જોવા મળી હતી. દાહોદ જિલ્લામાં વિવિધ પક્ષ અને અપક્ષ મળીને કુલ 55 ફોર્મ ભરાયા હતાં. 30મી તારીખે શું ચિત્ર બને છે તે જોવું રહ્યું. સોમવારે વિધાન સભાની ચુંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોમાં દોડધામ જોવા મળી હતી. દાહોદ જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધી કુલ 55 ફોર્મ ભરાયા હતાં. જેમાં સૌથી વધુ સૌથી વધુ કોંગ્રેસ પક્ષે 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. આ સાથે ભાજપ પક્ષે પણ ડમી સહિત12 ફોર્મ ભરાયા હતાં. આ વખતે 11 અપક્ષ મેદાને પડ્યા હતાં. ત્યારે 30મીએ સાચુ ચિત્ર બહાર આવશે.  


દાહોદ વિધાનસભા
- વજેસિંગ પણદા (કોંગ્રેસ) 
- કનૈયાલાલ કિશોરી(ભાજપ)


દેવગઢ બારિયા વિધાનસભા
- બચુભાઈ કિશોરી (કોંગ્રેસ) 
- ભારતસિંહ વાખળા (ભાજપ)


ફતેપુરા વિધાનસભા
- રમેશભાઈ કટારા (ભાજપ) 
- રઘુભાઈ મછાર (કોંગ્રેસ) 


લીમખેડા વિધાનસભા
- મહેશભાઈતડવી (કોંગ્રેસ) 
- શૈલેષભાઈ ભાભોર(ભાજપ)
- બાબુભાઈ ભાભોર (અપક્ષ)


ગરબાડા વિધાનસભા
- ચંદ્રિકાબહેન બારિયા (કોંગ્રેસ) 
- મહેન્દ્રભાઈ ભાભોર (ભાજપ)


ઝાલોદ વિધાનસભા
- ભાવેશભાઈ કટારા (કોંગ્રેસ) 
- મહેશભાઈ ભુરિયા (ભાજપ)

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...