તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ. જિ.માં ગુજરાત બંધની આંશિક અસર, ગોધરામાં વિરોધ દર્શાવી ઘટનાને વખોડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા, શહેરા: ઉનાની દલિત અત્યાચાર ઘટનાના વિરોધમાં બુધવારે ગુજરાત બંધનું એલાન રાખવામાં આવ્યુ હતું. પંચમહાલ જિલ્લામાં આંશિક અસર જોવા મળી હતી. ત્યારે શેહરા તાલુકામાં વેપારીઓએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. તદઉપરાંત ગોધરામાં આપના કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવીને આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમજ પંચ. જિલ્લા કોંગ્રેસ સમીતી, અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.

દલિત અત્યાચાર ઘટનાના વિરોધમાં ગુજરાત બંધનું એલાન

ઉનામા દલિત યુવાનો પર અત્યાચારના વિરોધમાં આત્મવિલોપન ચાલુ રહેતા તા. 20 ગુજરાત બંધનું એલાન આપ્યુ હતું. જેના ભાગરૂપે ગોધરા શહેર સહિત પંચ. અને મહિ. જિલ્લામાં કોઇ પ્રત્યાધાત પડ્યા ન હતા. પંચમહાલ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. શહેરા તાલુકાના પશ્ચિમ વિભાગમાં અંદાજીત 15 ગામોમાં 10 હજાર ઉપરાંત દલિતો વસે છે જેઓ દ્વારા બુધવારના રોજ મોરવા, રેણા, તરસંગ, ભુરખલ, પોયડા, ભાટનામુવાડા વેરે ગામોમાં બંધ પાળી પોતાના ધંધા રોજગારથી અળગા રહયા હતા. જેમાં મોરવા કે જયાં પટેલોની વસ્તી વધુ અને ધંધા પણ ત્યાં વધારે છે. તેઓએ પણ બંધ પાળી તેઓએ આ અત્યાચાર વિરુદ્ધ પોતાનો સુર પુરાવ્યો હતા.

ગોધરામાં આપના કાર્યકરો દ્વારા વિરોધ દર્શાવી ઘટનાને વખોડી

ગોધરાના ચર્ચ સર્કલ પાસે આમ આદમી પાર્ટીના પિયુષભાઇ બૌધ સહિત વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ બેનરો તેમજ સુત્રોચાર કરી દેખાવો કરી કડકમાં કડક સજા કરવા માટે માંગ કરવામાં આવી હતી. દલિત સમાજના પ્રો.ખંડુભાઇ પરમાર સહિત આગેવાનોએ કાળી પટ્ટી ઘારણ કરીને તેઓએ વિરોધ તથા સુત્રોચાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો, બારિયામાં દલિત સમાજે રેલી કાઢી આવેદન...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો