તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્ય સમાજને પ્રેરણારૂપ બનતા નસવાડીના અનોખા લગ્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી: પંચમહાલનાં નસવાડી તાલુકામા અલગ અલગ સમાજ રહે છે. જેમાં સૌથી દયા ભાવનો મેમણ સમાજ છે. ત્યારે નસવાડી ટાઉનમા સૌથી વધુ મેમણ સમાજના લોકો રહે છે. સમાજના અનેક વડીલો પોતાની રીતે સમાજને મદદરૂપ બન્યા છે. ત્યારે નસવાડી, તણખલાના મેમણ સમાજ દ્વારા એક અનોખી પેહલ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દરેક મા-બાપ પોતાના પુત્ર-પુત્રીના લગ્ન ધામધૂમથી ઉજવતા હોય છે. પરંતુ એવા પુત્ર-પુત્રી જન્મથી જ મુક બધિર હોય ત્યારે માતા પિતા ભારે ચિંતિત બનતા હોય છે અને એવા પુત્ર-પુત્રી નું ભવિષ્ય કેવું રહેશે તેની ચિંતા કરતા હોય છે.

 

જ્યારે લગ્ન ના જોડા ઉપર થી નક્કી થઈને આવે છે તે વાત સાચી થઈ છે. નસવાડીના તણખલા ખાતે રહેતા મેમણ રેહમતુલલાની પુત્રી મુસ્કાન બાનું જન્મથી મુક બધિર છે ત્યારે સમાજમા પુત્રી મોટી થઈ જન્મથી ચિંતિત બનતા પિતાએ પુત્રી બોલી શકે સાંભળી શકે માટે દરેક પ્રયત્નો પોતાની પુત્રી માટે કર્યા હતા. આખરે સફળતા મળી ન હતી. ત્યારે દરેક પિતાને તેની પુત્રી ના લગ્ન સારા ઘરમા જાય તેવી આશા હોય ત્યારે નસવાડી , તણખલા ના મેમણ સમાજ ના વડીલોના પ્રયત્ન બાદ વિસનગરમા રહેતા મુક બધિર મોબાઈલની દુકાનમાં કામ કરતા મોહમ્મદ ફેસલ સાથે લગ્ન નક્કી થયા. લગ્ન નક્કી થયાના દોઠ વર્ષથી બન્ને દુલ્હા, દુલ્હન આજે પણ સોસીયલ મીડિયાના માધ્યમ થી જોડાયેલ છે. 

 

બન્ને વચ્ચે આજે પણ ફેસબુક, વોટ્સએપના માધ્યમથી વાતચીત થાય છે. જ્યારે તેઓ વધુ ઈશારાથી વાતચીત કરે છે. ખાસ કરીને જૂજ આવા દુલ્હા દુલ્હન લગ્ન ગ્રન્થીથી જોડાય છે. સામાન્ય રીતે દરેક મા-બાપને પોતાના પુત્ર અને પુત્રીના લગ્નની ચિંતા હોય છે. ત્યારે મેમણ સમાજ દ્વારા એક પેહલ કરી ને આજે અનોખા લગ્ન જે શક્ય ન હોય તેને પણ શક્ય બનાવ્યા છે. અને દરેક સમાજ ને આવા મુક બધિરના લગ્ન યોજી એક અનોખું ઉદાહરણ પૂરું પાડેલ છે .

 

(તસવીરો: ઇરફાન મેમણ, નસવાડી)

 

વધું તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...