તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડીની આદર્શ નીવાશી શાળાનાં ક્લાસ રૂમ બન્યા સાયકલ ફીટીંગનાં ગોડાઉન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી: નસવાડી આદર્શ નીવાશી શાળામાં આદીવાસી બાળકો અભ્યાસ કરે છે. સાઈકલની દુકાન પર નવી સાઈકલ ફીટ થતા જોઈ હશે જ્યારે જે શાળાનાં ક્લાસ રૃમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી જ્ઞાન મેળવે છે. તેજ ક્લાસ રૂમમાં થાય છે. સાઈકલ ફીટીગ અને ક્લાસ રૂમ બની ગયા છે. સાઈકલ મુકવાના ગોડાઉન છોટાઉદેપુર મદદનિશ સમાજ કલ્યાણ અધિકારીની સુચના મુજબ નસવાડીની કુમાર આદર્શ નીવાશી શાળાનાં ક્લાસ રૃમમાં ૬૦૦ જેટલી નવી સાઈકલો ફીટીગ કરવામાં આવી રહી છે. 

નિયમ મુજબ આદીવાસી વિદ્યાર્થીઓ આદર્શ નીવાસી શાળામાં અભ્યાસ કરે છે. ત્યારે આદિજાતી વિભાગ ગાધીનગર દવરા પજાબનાં લુધિયાણા ખાતે એસ કે બાઈક પ્રાઈવેટ લિમિટેડ એજન્સીને સાઈકલ અપાવાનો કોન્ટ્રાક અપાયો હોય તેમ પાકા બિલ પરથી જાણવા મળ્યું છે. દિવ્ય ભાસ્કર દવરા સાઈકલનાં પાકા બિલની ખરાઈ કરતા એક સાઈકલ ૨૭૯૨.૨૦ રૂની બિલમાં બતાવી છે. એટલે કે સખેડા તાલુકાની ૩૨૪ જેટલી સાઈકલની રકમ ૯ લાખ રૂથી વધુ થાય છે. જ્યારે નસવાડી તાલુકાની ૨૮૭ સાઈકલનું બિલ ૮ લાખ રૂથી વધુ થાય છે. આમ કુલ ૧૭ લાખ રૂથી વધુની ૬૧૧ જેટલી સાઈકલ જેતે તાલુકામાં કમ્પલેટ કરી સપ્લાય કરવાની હોય છે. 

ત્યારે એજન્સી દવરા જેમકે શાળાનાં ક્લાસ રૂમ ભાડે રખાયા હોય તેમ બિન્દાસ ૧૫ દીવસ થી સાઈકલ ફીટ કરાઈ રહી છે ગાધીનગર અને છોટાઉદેપુર આદિજાતિ વિભાગનાં અધિકારીઓની સાઈકલ સપ્લાય કરનાર એજન્સી સાથે શું મિલીભગત છે. પજાબના લુધિયાણાથી ટ્રકો મારફતે સાઈકલનો લુજ માલલાવીને ગુજરાતમાં સાઈકલ ફીટીગ કરવાની સત્તા કોને આપી નસવાડી આદર્શ નીવાશી શાળાનાં આચાર્યને પણ ઉપરથી સુચના આવીતો સાઈકલ ફીટ કરવા માટે જણાવ્યું છોટાઉદેપુરનાં મદદનિશ સમાજ ક્લાયન અધિકારી પણ ગાધીનગરથી સુચના આવી તો સાઈકલનું ફીટીગ નસવાડી શાળામાં શરુ કરાયું ત્યારે જે સાઈકલનાં  બિલમાં બતાવ્યા મુજબ એક નંગ સાઈકલ ક્મ્પ્લેટ સપ્લાય કરવાની હોય તો પછી સાઈકલ શાળાનાં ક્લાસ રૂમ ફીટ કરાવા માટેનું કારણ શું ધોરણ ૯માં અભ્યાસ કરતી આદિવાસી કન્યાઓને રાજ્યનાં આદિજાતિ વિભાગ દ્વારા સાઈકલ આપવામાં આવે છે. 
 
ત્યારે આદર્શ નીવાશી શાળાનાં ક્લાસ રૂમને બિન્દાસ્ત સાઈકલ ફીટીગનો ગોડાઉન બનાવી દેવામાં આવ્યો છે. અને આજ શાળામાંથી ખાનગી વાહન મારફતે સાઈકલ લઈ જવાય છે. એજન્સીનાં પાકા બિલમાં એક સાઈકલની રકમ બતાવાય છે. તો પછી શું અગાઉથી ગુજરાતમાં લુજ માલલાવી સાઈકલ ફીટ કરવાની હતી. તો પછી પાકા બીલમાં એક સાઈકલની રકમ કેમ દર્શાવે તે તપાસનો વિષય બન્યો છે.
 
વધુ તસવીરો માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો 
અન્ય સમાચારો પણ છે...