નસવાડી: નસવાડીના કવાંટ રોડ પર કપાસનો વેપાર કરતા ઈરફાન ઈકબાલ મેમણ રોજની જેમ તેમની પીકપજીપમાં રાત્રે 11 કલાકે કપાસ ભરીને દુકાન આગળ મુકીને સૂઈ ગયા હતાં.વહેલી સવારના કપાસના વેપારીને તેની પીકપ જીપ ન દેખાતા દોડધામ કરી મુકી હતી.જ્યારે નવસારી જિલ્લામાંથી નવી બાઈક ઉઠાવી લાવેલ કપાસના વેપારીના ઘર આગળ મુકી ગયા હતાં.
તસ્કરો રાત્રિ દરમિયાન સીસીટીવી જે વિસ્તાર ન હોય તેવા વિસ્તારમાં ચોરી કરે છે
કપાસ ભરેલી પીકપજીપના આ વેપારીએ નસવાડી ટાઉનના ચારે બાજુ સગા વ્હાલોઓને દોડાવ્યા હતા.છતાંય કપાસ ભરેલી જીપનો પત્તો લાગ્યો ન હતો. જ્યારે નસવાડી પોલીસને જાણ કરતા તે પણ વહેલી સવારે દોડતી થઈ હતી. નસવાડી ટાઉનમાં મેઇન રોડ પર સીસીટીવી લાગેલ હોય તસ્કરો રાત્રિ દરમિયાન સીસીટીવી જે વિસ્તાર ન હોય તેવા વિસ્તારમાં ચોરી કરે છે.
પોલીસે મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તાર સુધી તપાસ કરી છે
હાલ કપાસ ભરેલી જીપની ચોરી થયાં બાદ નસવાડી પોલીસ કવાંટ પોલીસ સ્ટેશનની હદમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા વહેલી સવારના કપાસ ભરેલી પીઅકપ જીપ કવાંટ સર્કલથી પસાર થયાંનું માલુમ પડતાં નસવાડી પોલીસે મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તાર સુધી તપાસ કરી છે તેમ છતાંય હજુ સુધી જીપનો કોઇ પતો લાગ્યો નથી.આ બાબતે નસવાડી પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરો નસવાડી પોલીસની ઠંડી ઉડાવી રહ્યાં છે.
આગળની સ્લાઇડમાં વાંચો,વહેલી તકે ચોરીનો ભેદ ઉકેલાઇ જશે...