તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત જાહેર કરાયેલો શખ્સ જીવતો નિકળ્યો, મિત્રની હત્યા કરી સળગાવ્યો 'તો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાઃ ગોધરાના છબનપુર ગામે વાનમાં ભડથુ થયેલી હાલતમાં મળી આવેલી અરવિંદની લાશ પ્રકરણમાં નવો વળાંક આવ્યો હતો. ઘટનાના બીજા દિવસે મૃતક મનાતો અરવિંદ જીવીત પાછો આવતાં પરિવારજનો હેબતાઇ ગયા હતાં. પોલીસે પણ ઘટના સંદર્ભે સઘન પુછતાછના કરતાં આખરે તેને જ પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. પોતાની પત્નીને ભલાભાઇ સાથે અનૈતિક સબંધ હોવાથી તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસ દ્વારા ચોવીસ કલાકથી તલસ્પર્શી પુછતાછ ચાલી રહી છે. જેમાં તેણે ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇને હત્યાનો પ્લાન ઘડ્યો હોવાનું પણ કહ્યુ હતું.
ગોધરાના છબનપુરમાંથી મળી આવેલી હત્યા પ્રકરણમાં આવ્યો હતો નવો વળાંક
ગોધરાના છબનપુર ગામે રવિવારના રોજ વાનમાં સળગેલી હાલતમાં મળી આવેલી લાશ પ્રકરણમાં અરવિંદ જીવીત પાછો આવતા પોલીસે તપાસ લંબાવી છે. સિવિલ હોસ્પિટલના બર્નસ વોર્ડમાં સારવાર લઇ રહેલા અરવિંદની પુછતપાછ ચાલી રહી છે. બે થી ત્રણ અધિકારીઓ દ્વારા કરાયેલી પુછપરછમાં અલગ અલગ જવાબ આપે છે. બીજી તરફ રાત્રીના સમયે આવતી ક્રાઇમ પેટ્રોલીંગ સિરિયલ જોતો હતો. જેમાં બતાવાતી અલગ અલગ ઘટનાને આધારે સમગ્ર હત્યાનો પ્લાન ધડ્યો હતો.
સૌ પ્રથમ મારા મિત્રને ફરવાના બહાને મારી જ મારૂતી વાનમાં લઇ ગયો હતો. તેને જુદા જુદા સ્થળ ઉપર ફેરવી પરત લાવ્યો હતો. અમે રસ્તામાં જમ્યા પણ હતા અને પેટ્રોલ ભરેલુ કેન પણ લીધુ હતું. અને રાત્રીના દોઢ બે વાગ્યાના અરસામાં આવતા ભલો સુઇ ગયો હતો. જેથી ધર તરફ જવાના રસ્તાના અવાવરૂ સ્થળે કાર ઉભી રાખી હતી. અને ઉધંતા જ તેને માથામાં મારી પેટ્રોલ થી સળગાવી મોતને ધાટ ઉતાર્યો હતો. જોકે આ વખતે હું દાઝી જતા ચાલતો ચાલતો રેલવે સ્ટેશન પહોંચ્યો જોકે મારો શર્ટ તથા પેન્ટ બળી ગયો હોવાથી રેલવે સ્ટેશન આરામ ફરમાવતા લોકોમાંથી એક પેન્ટ મે પહેરી લીધો હતો.
ગોધરા બસ સ્ટેશન પહોંચી બસમાં બેસીને દાહોદ પહોંચ્યો હતો. જ્યાં સરકારી દવાખાનમાં સારવાર કરાવી હતી. જોકે મારી પાસે પૈસા હોવાથી પરત વાહનમાં ગોધરા આવ્યો હતો. તેવી વાત જણાવી રહ્યો છે. તો કેટલીક વાર ટ્રકમાં બેસીને ગયો હોવાની વાત કરી રહ્યો છે. આમ પોલીસને પણ ગોળ ગોળ ફેરવી રહ્યો છે. નોંધનીય છેકે, કોઇ અંગત અદાવતના કારણે હત્યા કરાઇ હોવાનું કહેવાય છે. અને હત્યા તેના મિત્રની થઇ હોવાનુ કહેવાય છે. હાલ પોલીસ દ્વારા દરેક પહેલુ ઉપર તપાસ બાદ જ કાંઇ કહેવાનું જણાવ્યુ છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, આખો દિવસ ભલાભાઇને ફેરવીને રાત્રે હત્યા કરી, મોતને ભેટનાર ભલાભાઇની પત્ની ધર છોડીને જતી રહી છે
અન્ય સમાચારો પણ છે...