તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસાના પ્રારંભે વાદળો ઘેરાયા, લીલી ચુંદડી ઓઢેલા પાવાગઢનો અનેરો નજારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાવાગઢ: હાલ ચોમાસાનો પ્રારંભ થતાં ડુંગર ઉપર આવેલા પાવાગઢના આકાશમાં અનેરો નજારો સર્જાયો છે. ધીરેધીરે વરસાદનુ વાતારવરણ થઇ રહ્યુ છે. તેવા સમયે પાવાગઢના ડુંગર ઉપર વાદળા છવાતા નજારો અનેરો જોવા મળે છે. ચોમાસાને લઇને શનિ -રવિ દરમ્યાન પ્રકૃત્તિપ્રમી દ્રારા હજારોની સંખ્યામાં પાવાગઢ ઉમટી પડયા હતા. લીલી ચુંદડી ઓઢેલા પાવાગઢમાં ફરતે વરસાદ વાદળીઓ ઘેરો ઘાલ્યા હતો. એવા રમણીય વાતાવરણ પ્રકૃતિ પ્રેમીઓ માટે પગે ચાલીને ડુંગર પર ચઢતા જોવા મળે છે.

રોપવેની વાત કરીએ તો ચાર કલાક સુધી લાઇનોમાં ઉભા રહેલા લોકોના માથા પર થાક કે કંટાળો જોવા મળ્યો ન હતો. બીજી તરફ ગુપ્તેશ્વર અને ગુણીયા મહાદેવનો ધોધ શરુ થતા અનેરી મજા જાળવાઇ છે. નથી કોઇ તહેવાર કે માનો કોઇ ઉત્સવ તેમ છતાં પાવાગઢમાં આવા નજારાને લઇને પ્રવાસીઓ અચંબામાં મૂકાઇ ગયા હતા. ડુંગર ઉપર ચાલતા હોય અને માથા પરથી વાદળો પસાર થતાં હોય આવા ખુશમા વાતાવતણના ભાગરુપ પાવાગઢમાં રવિવારે સવારથી જ નજારો દેખવા માટે લોકો આકાશ તરફ મીડ માંડી રહ્યા હતા ત્યારે પાવાગઢના ડુંગર પર વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. સમગ્ર ડુંગર ઉપર વરસાદી માહોલ રચાયા બાદ સ્થાનિકોને પાણી તથા રોજગારી માટે કોઇ તકલીફ પડતી નથી.

તસવીર: મકસુદ મલીક
આગળની સ્લાઇડમાં જુઓ વધુ તસવીરો..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો