તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડાણાના રેલવાની ગુમ પરણિતાની કુવામાંથી લાશ મળતા ચકચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા: કડાણા તાલુકાના ડીંટવાસ પોલીસ મથકની હદમાં આવેલ રેલવા ગામની ગૂમ પરણિત યુવતીની કુવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારબાદ ઉશ્કેરાઇને પતિના બે મકાન સળગાવી દીધા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતી પર કાબુ મેળવી બન્ને કુટુંબ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામ પાસે આવેલા રેલવા ગામે રહેતી લીલાબેન સુભાષભાઇ વાગડીયાની છેલ્લા 3 દિવસથી ગુમ થઇ ગઇ હતી. જે અંગેની જાણવા જોગ ડીટવાસ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતી પર કાબુ મેળવી
બીજી તરફ પરિવારજનો દ્વારા પણ સધન શોંધખોળ આરંભવામાં આવી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન ગઇ દિવસે આ યુવતીની લાશ નજીક આવેલા કુવામાંથી મળી આવી હતી. આ બનાવથી ભારે ખળભળાટ મચી ગયો હતો. તદ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા. બીજી તરફ લાશ કુવામાંથી મળતા યુવતીના માતા પિતા અને પરિવારજનો અને ગ્રામજનો દોડી આવતા તેઓમાં આક્રોશમાં આવી ગયા હતા. તેમજ કેટલાક ઉશ્કેરાઇ જઇ પતિના બે મકાન સળગાવી દીધા હતા.બીજી તરફ આ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓ દ્વારા જરૂરી તપાસ આરંભી હતી. જેમાં પોલીસ દ્વારા લાશને બહાર કાઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડાણા પહોંચાડી હતી. જયાં તબીબ દ્વારા પીએમ કરવામાં આવ્યુ હતું. જેમાં તેને માથાના ભાગે ઇજા પહોંચવાથી મોત થયુ હોવાનું કહેવાય છે.
બન્ને કુટુંબ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી
પોલીસ દ્વારા બન્ને પક્ષની સામ સામે ગુનો નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા.મૃતક યુવતિના પિતા દેવાભાઇ નાથાભાઇ તલારે ડીટવાસ પોલીસ મથકે સુભાષભાઇ સરદારભાઇ વાગડીયા, સરદારભાઇ કંકાભાઇ વાગડીયા, મંગુબેન સરદારભાઇ વાગડીયા, મહેશભાઇ સરદારભાઇ વાગડીયા તથા રાધાબેન મહેશભાઇ વાગડીયા ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે સામે પક્ષ સરદારભાઇ વાગડીયાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
બનાવને પગલે ખળભળાટ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો